હવે ઈડીના ઘેરામાં આવ્યો સાઉથનો આ સુપરસ્ટાર… 10 દિવસમાં હાજર થવાનું ફરમાન… | મુંબઈ સમાચાર

હવે ઈડીના ઘેરામાં આવ્યો સાઉથનો આ સુપરસ્ટાર… 10 દિવસમાં હાજર થવાનું ફરમાન…

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ રૂપિયા 100 કરોડના પોન્ઝી કૌભાંડમાં પુછપરછ માટે બોલીવૂડ અને સાઉથના સુપરસ્ટાર પ્રકાશ રાજને સમન્સ મોકલાવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ ઈડીએ પીએમએલએની જોગવાઈ હેઠળ 20મી નવેમ્બરના ત્રિચી સ્થિત પાર્ટનરશિપ ફર્મ પ્રણવ જ્વેલર્સની પ્રોપર્ટી પર દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન વિવાદાસ્પદ દસ્તાવેજો, 23.70 લાખ રૂપિયા રોકડ અને 11.60 કિલોગ્રામ સોનાના ઝવેરાત મળી આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રકાશ રાજને આ સમન્સ પ્રણવ જ્વેલર્સની કથિત પોન્ઝી સ્કીમની તપાસનો એક ભાગ છે. પ્રકાશ રાજ પ્રણવ જ્વેલર્સના બ્રાન્ડ એમ્બેસેડર છે. તેમને આવતા અઠવાડિયે ચેન્નઈમાં ઈડી ખાતે હાજર રહેવાનું જણાવવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રણવ જ્વેલર્સ કથિત રૂપે પોન્ઝી સ્કીમ ચલાવી રહ્યું છે. આ સ્કીમ આર્થિક દોટાળામાં સામેલ અન્ય લોકો સામે ત્રિચિમાં આર્થિક અપરાધ શાખા દ્વાર નોંધાવવામાં આવેલી ફરિયાદને આધારે ઈડીની તપાસના ઘેરમાં પ્રકાશ રાજ સપડાયા છે.

એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે પ્રણવ જ્વેલર્સે આકર્ષક વળતરનો વાયદો કરીને સોનામાં રોકાણ કરવાના બહાને નાગરિકો પાસેથી 100 કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા.

Back to top button