હવે દેશમાં આ રેલ યુગનો આરંભ થશે, ફટાફટ જાણી લો નવા ન્યૂઝ
મેરઠ: દેશમાં સેમી હાઈ સ્પીડના આરંભ પછી હાઈ સ્પીડ અથવા બુલેટ ટ્રેન દોડાવવા માટે કેન્દ્ર સરકાર કમર કસી રહ્યું છે, ત્યારે આ મહિનામાં સત્તાવાર રીતે દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ કોરિડોરમાં રેપિડએક્સ ટ્રેન ચાલુ કરવામાં આવશે. આ દેશની સૌથી પહેલી રેપિડએક્સ (RAPIDX) ટ્રેન હશે.
આવતીકાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે રેપિડ ટ્રેનનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી આવતીકાલે સવારે 11.15 વાગ્યે સાહિબાબાદમાં રેપિડ ટ્રેનને લીલી ઝંડી આપશે. ગાઝિયાબાદ-મેરઠ કોરિડોરના સત્તર કિલોમીટર લાંબા સેક્શનમાં રેપિડ રેલ શરૂ કરવામાં આવશે, તેનાથી સ્થાનિક લોકોને ઝડપી પરિવહનની સેવા ઉપલબ્ધ થશે. દેશની સૌથી પહેલી રેપિડ રેલ દોડાવવા માટે પ્રશાસને તૈયારી હાથ ધરી છે, જેમાં અગાઉ 12મી ઓક્ટોબરે યોદી આદિત્યનાથે નિરીક્ષણ કર્યું હતું.
પહેલા તબક્કામાં સાહિબાબાદ, ગાઝિયાબાદ, ગુલધર, દુહાઈ અને દુહાઈ ડેપો વચ્ચે રેપિડ રેલ દોડશે. આરઆરટીએસનો પ્રાથમિક વિભાગ દેશની પ્રથમ રેલ્વે સિસ્ટમ છે, જે કલાકના 160 કિમીની મહત્તમ ઓપરેટિંગ ઝડપથી દોડાવવામાં આવશે.
જોકે, મેરઠથી સાહિબાબાદનું ભાડું 170 રૂપિયાથી 200 રૂપિયાની વચ્ચે હશે. આ ટ્રેન 60 મિનિટમાં 100 કિલોમીટરનું અંતર કાપશે. છ કોચની ટ્રેનનો લૂક બુલેટ ટ્રેન જેવો છે. આરઆરઆરટીએસે આ પ્રવાસીઓની જરુરિયાતને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવી છે, જે સ્પીડ અને શાંતિથી લાંબા અંતરની મુસાફરી કરશે.
એનસીઆરટીસી દ્વારા એનસીઆરમાં ભારતની પ્રથમ સેમી હાઈ-સ્પીડ રિજનલ રેલ સેવાઓને ‘RAPIDX’ નામ આપવામાં આવ્યું. આ સેવાઓ રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (RRTS) કોરિડોર પર ચાલશે, જે નેશનલ કેપિટલ રિજન (NCR)માં મુખ્ય શહેરી વિસ્તારને એકબીજા સાથે જોડવા માટે બનાવવામાં આવી રહી છે, જે અલવર, પાણીપત અને મેરઠ વગેરે શહેરોને દિલ્હી સાથે જોડવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે દિલ્હી-મેરઠ પ્રાદેશિક રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (આરઆરટીએસ) એ 82.15 કિમી (51.05 માઇલ) લાંબો સેમી હાઈ સ્પીડ રેલ કોરિડોર છે. આ કોરિડોર દિલ્હી, ગાઝિયાબાદ અને મેરઠને જોડશે.