નેશનલમનોરંજન

હવે આ અભિનેત્રી જોડાશે રાજકારણમાં?

દક્ષિણ ભારતની જાણીતી ફિલ્મ અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે, જેમાં એક નહીં અનેક કારણ જવાબદાર છે. એક તો તેની રિલીઝ થયેલી ફિલ્મની વાત છે. બીજી તેના લગ્ન તૂટવાની વાત. ત્રીજી તેના મેનેજરની છેતરપિંડીના સમાચારને કારણે અને હવે સામંથા રાજકારણમાં તેની એન્ટ્રી થઈ શકે એ વાતને લાઈમલાઈટમાં આવી છે.
વિવાદોમાં હંમેશાં છવાયેલી સામંથા રૂથ પ્રભુ તાજેતરમાં કુશી ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તે વિજય દેવરાકોંડા સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળી હતી. જોકે સમંથા ફિલ્મની રિલીઝ પહેલા જ બ્રેક પર ચાલી ગઈ હતી અને હવે તેને જણાવ્યું હતું કે પોતે તેલંગાણાના ખેડૂતોના સમર્થક છે. અગાઉ પણ વણકરોએ બનાવેલા કપડાના વખાણ કરતી રહી છે. તેણે એવા ઘણા કામો કર્યા છે, જે તેલંગાણાની સરકાર ચંદ્રશેખર રાવ સાથે સંબંધિત છે. કહેવાય છે કે સામંથા રાજકીય પક્ષ ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) માટે પ્રચાર પણ કરી શકે છે. જોકે, પાર્ટી કે અભિનેત્રી તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.

આ અગાઉ સામંથા રૂથ પ્રભુ તેની તબિયતના કારણે ફિલ્મોમાંથી બ્રેક લીધો હતો. કોઈ બીમારી (ઓટો ઈમ્યુન ડિસઓર્ડર)ના ભોગ બન્યા પછી સામંથા તેના આરોગ્યની ખાસ કાળજી રાખી રહી છે. ગયા અઠવાડિયે સામંથાની ઇન્સ્ટાગ્રામની પોસ્ટમાં લખ્યું હતું કે અત્યાર સુધી તે યુએસએમાં હતી અને તેના બ્રેકનો આનંદ માણી રહી હતી. હાલમાં જ સામંથાએ ન્યૂ યોર્ક અને ડલ્લાસ જેવા શહેરોની તસવીરો પણ શેર કરી હતી.

વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો સામંથા રૂથ પ્રભુ આગામી દિવસોમાં રાજ એન્ડ ડીકેની સિટાડેલ ઈન્ડિયામાં જોવા મળશે. આ સિરીઝ પ્રિયંકા ચોપરાની તાજેતરમાં રિલીઝ થયેલી વેબ સિરિઝ સિટાડેલનું ભારતીય વર્ઝનમાં બનવા જઈ રહી છે. આ શ્રેણીમાં વરુણ ધવન સામંથા સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. સામંથા કી કુશીની કમાણી વિશે વાત કરીએ તો આ ફિલ્મે સાત દિવસમાં ભારતમાં 48 કરોડ રૂપિયા (ગ્રોસ)થી વધુનો બિઝનેસ કર્યો છે, જ્યારે આ ફિલ્મે વિશ્વભરમાં લગભગ 66 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. ફિલ્મો સિવાય પણ સામંથા સોશિયલ મીડિયા પર વિશેષ એક્ટિવ રહે છે, જેમાં વ્યક્તિગત બાબતને અચૂક શેર કરે છે. ઈન્સ્ટાગ્રામ પર પણ તેના 29.2 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button