હવે ટાર્ગેટ ખાલી નહિ જાય! ભારતીય સેના AI આધારિત શસ્ત્રોનો ઉપયોગ કરશે

નવી દિલ્હી: દિવસને દિવસને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI)નો ઉપયોગ દરેક ક્ષેત્રમાં મહત્વનો બનતો જઈ રહ્યો છે. ત્યારે હવે ભારતીય સેના પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા સંચાલિત સ્માર્ટ સ્કોપનું પરીક્ષણ કરી રહી છે જે 300 મીટર સુધીના માણસોને શોધી શકે છે, જે સરહદ અને યુદ્ધના ક્ષેત્રમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. સેનાના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સ્માર્ટ સ્કોપ હજુ તેના પ્રોટોટાઇપ તબક્કામાં છે, પરંતુ તેનું મિનીએચર વર્ઝન બનાવવામાં આવી રહ્યું છે.
સ્વદેશી રીતે વિકસિત સ્કોપ કોઈપણ નાના હથિયાર પર ફીટ કરી શકાય છે અને જેનાથી સામાન્ય હથિયારને સ્માર્ટ હથિયારમાં રૂપાંતરિત કરી શકાય છે. સેનાના અધિકારીએ જણાવ્યું હતું કે, તે AI આધારિત સ્માર્ટ સ્કોપ હશે જે 300 મીટર સુધીના માનવ લક્ષ્યોને શોધી શકે છે. AI એલ્ગોરિધમ્સ અને સંવેદનાત્મક ડેટાનો ઉપયોગ કરીને, તે શૂટરને ક્યારે ગોળીબાર કરવો તે કહી શકે છે. પરીક્ષણ દરમિયાન 100-૩૦૦ મીટર સુધી તેની ચોકસાઈ 80-90% હતી.
અધિકારીએ કહ્યું કે તે શોટ હીટ કરવાની ક્ષમતા વધારો કરવાન મદદ કરી શકે છે અને એક સૈનિકને નિપુણ નિશાનબાજ બનાવી શકે છે. સ્કોપ પહેલા લક્ષ્યને શોધી કાઢે છે અને લાલ બાઉન્ડિંગ બોક્સ બનાવે છે, ત્યારબાદ કેમેરા લેઝર અને ફાઇન્ડરનો ઉપયોગ કરીને અલાઈન્મેન્ટ કરે છે, એકવાર ટાર્ગેટ બોક્સ લીલું થઈ જાય, શૂટરને ચેતવણી આપવામાં આવે છે કે તે ગોળીબાર કરી શકે છે, હાલમાં સ્કોપમાં માત્ર દિવસ દરમિયાન ફાયરિંગ કરવાની ક્ષમતા છે.