રેલવેનો આ નિયમ સામાન્ય મુસાફરો માટે બનશે માથાનો દુઃખાવો, આના કરતા ફેરી વધારો

ઈન્ડિયન રેલવે ગરીબ અને મધ્યમર્ગીય લોકો માટે લાંબી મુસાફરીનું સૌથી સસ્તો અને આરામદાયક સાધન છે. ગમે તેટલી ભીડ, મારામારી, ગંદકી કે અસુવિધા હોવા છતાં લાખો લોકો રોજ રેલવેમા એક શહેરથી બીજા શહેર કે એક રાજયથી બીજા રાજ્યમાં પ્રવાસ કરે છે.
આ પ્રવાસ દરિમયાન મુસાફરો પોતાની સાથે સામાન પણ રાખે છે. ઘણા સમય બાદ વતન જતા કે ક્યારેક કોઈ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જતા લોકો પાસે સામાન પણ મોટા પ્રમાણમાં હોવાનો જ, ત્યાર રેલવે આ સામાનને નિયંત્રિત કરવાની કોશિશ કરી રહી છે. રેલવે દરેક ક્લાસમાં મુસાફરી કરતા લોકો માટે પ્રવાસીદીઠ સામાનની વજનમર્યાદાનો નિયમ લાદવા જઈ રહી છે.
કોણ કેટલા સામાન લઈ જઈ શકશે
રેલવેએ એરલાઈન્સની જેમ પ્રવાસીઓના સામાન માટે વજન મર્યાદા નક્કી કરી છે. રેલવેનું કહેવાનું છે કે આના લીધે દરેક કોચમાં પ્રવાસીઓ માટે સુવિધાઓ રહેશે. વજન મર્યાદાની વાત કરીએ તો નોન એસી સ્લીપર કૉચ માટે પ્રવાસીદીઠ 40 કિલોની મર્યાદા, થર્ડ અને સેકન્ડ એસીમાં 50 કિલો અને ફર્સ્ટ એસીમાં 70 કિલો વજનની મર્યાદા રાખી છે. વાસ્તવમાં જે વર્ગ સ્લીપર કોચમાં જાય છે તે સૌથી વધારે વજન લઈ જતો હોય છે. કામકાજે અમદાવાદમાં રહેતો કોઈ બિહારી પરિવાર વારે તહેવારે વતન જાય એટલે સ્વાભાવિક તેઓ સામાન લઈને જતા હોય છે.
રેલવેએ રાખવા પડશે ચેક પોઈન્ટ
એક ફ્લાઈટમાં મર્યાદિત પ્રવાસીઓ હોવાથી દરેકનો સામાન ચેક કરવો શક્ય બને છે, પરંતુ એક રેલમાં 1400થી 1500 જેટલા મુસાફરો પ્રવાસ કરતા હોય છે અને ઘણા સ્ટેશન્સથી આવી ઘણી ટ્રેન એકસાથે છૂટતી હોય છે. આવામાં વેઈંગ મશીન રાખી સામાન ચેક કરવો, વધાર હોય તો કઢાવવો વગેરે માથાકૂટવાળું અને સમય વેટફનારું સાબિત થઈ શકે છે.
રેલવેએ ફેરી વધારવાની જરૂર
રેલવે લૉંગ ડિસ્ટન્ટ ટ્રાવેલિંગ માટે સૌથી વધારે પ્રિફર કરવામાં આવતી હોવાથી દરેક સમયે ટિકિટ બુકિંગ ફુલ રહે છે અને વેકેશન કે તહેવારો સમયે તો લોકો ઘમી જ હાલાકી ભોગવે છે. ખરા અથર્માં રેલવેએ જનરલ અને સ્લીપર કેટેગરીની ટ્રેન અને તેની ફેરી વધારવાની જરૂર છે. રેલવે મોંઘીદાટ ટિકિટોવાળી ટ્રેન વધારી રહી છે, પરંતુ સામાન્ય નાગરિકોને તે પરવડતું ન હોવાથી ઘણીવાર અમુક ટ્રેનમાં લોકો એમ જ ચડી જાય છે અને તેથી તેમનો સામાન નડતરરૂપ બની જાય છે. રેલવેએ આ તમામ સમસ્યાઓનો હલ પહેલા લાવવાની જરૂર છે.
આ પણ વાંચો…વંદે ભારત સ્લીપર ટ્રેન અંગે રેલવે પ્રધાને આપી નવી અપડેટ, જાણો સુવિધાઓ