હવે તમારા લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ GST FREE.. જાણો કેટલા બચાવશો પૈસા | મુંબઈ સમાચાર
નેશનલ

હવે તમારા લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ GST FREE.. જાણો કેટલા બચાવશો પૈસા

નવી દિલ્હીઃ મોદી સરકારે ગઈકાલે જનતાને મોટી રાહતની જાહેરાત કરી હતી. ગૂડ્સ એન્ડ ટેક્સ સર્વિસમાં (GST) ઘટાડવાની સરકારની જાહેરાતને લીધે ઘણી વસ્તુઓ અથવા સેવાઓ સસ્તી થઈ રહી છે. ત્યારે અમુક જીએસટી ફ્રી પણ થઈ રહી છે. આમાંના એક છે ઈન્સ્યોરન્સ. કરોડો લોકો હેલ્ધ અને જીવન વીમા લે છે. તેના પર સરકારે જીએસટી હટાવી દીધી છે આથી તેના પ્રિમિયમ પર ભરવો પડતો જીએસટી હવે ભરવો પડશે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે આ નિર્ણયથી માગણી ખુદ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કરી હતી. તેમણે નાણા પ્રધાન નિર્મલા સિતારમણને પત્ર લખી જણાવ્યું હતું કે વીમાના પ્રિમિયમ પર ટેક્સ વસૂલવો યોગ્ય નથી.

ગઈકાલે જીએસટી કાઉન્સિલની 56મી બેઠક હતી. તેમાં કરવામા આવેલા નિર્ણય અનુસાર નવા નિયમો 22મી સપ્ટેમ્બર એટલે કે પહેલી નવરાત્રીથી લાગુ પડશે. આ અનુસાર ઈન્સ્યોરન્સ પર જીએસટી લગાડવામાં આવશે નહીં. વીમાના પ્રિમિયમ પર પણ જીએસટી વસૂલવામાં આવતો હોવાથી સરકારની ટીકા થઈ રહી હતી. વિપક્ષોએ આ વિષયને મુદ્દો બનાવ્યો હતો. જોકે આ માગણી ઘણા લાંબા સમય બાદ પૂરી કરવામાં આવી છે, છતાં લોકોને રાહત થશે તે નક્કી છે.

પહેલા અને હવેના પ્રિમિયમમાં તમારા કેટલા બચશે?

ઈન્સ્યોરન્સ પ્રિમિયમ પર અત્યાર સુધી 18 ટકા જીએસટી લાગુ પડતો હતો. જેમની પાસે પોલિસી હોય તેમણે જે કોઈ પ્રિમિયમ ભરવાનું હોય તેના પર 18 ટકા ટેક્સ આપવો પડતો હતો. એટલે કે જો તમે મહિને રૂ. 5000નો પ્રિમિયમ ભરતા હોય તો તમારે મહિને રૂ. 900 GST ભરવાનો હોય છે. એટલે વર્ષે રૂ. 10,800 પ્રિમિયમ ભરવું પડતું હતું, જે હવે ઝીરો થઈ જશે. પરિવારના દરેક સભ્યના વીમા હોય છે અને તેના પર પ્રિમિયમ ભરવા માટે પરિવારોએ બજેટ બનાવવું પડે છે. આ સાથે ઘણી કંપનીઓ પણ કર્મચારીઓના વીમા લેતી હોય છે. આ તમામ માટે આ મોટી રાહત છે.

અગાઉના નિયમોથી સરકારને પણ નુકસાન

વીમા પ્રિમિયમ પર જીએસટી વસૂલવા સાથે સરકારે બીજો એક નિયમ પણ બનાવ્યો હતો. આ નિયમ અનુસાર જે વીમા કંપની જ્યારે ગ્રાહકો પાસેથી 18 ટકા જીએસટી વસૂલતી હતી, તેમને એ સવલત આપી હતી કે તેઓ જે કંઈ ખર્ચ કમિશન એજન્ટ કે ઓફિસ જેવી સુવિધાઓ પર કરે છે, તે આમાંથી કાપી લે. એટલે કે ગ્રાહકો પાસેથી વસૂલાતી જીએસટીમાંથી પહેલા વીમા કંપનીઓ પોતાનો ખર્છ કાઢતી. આ ખર્ચને ઈનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) કહેવામાં આવતું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે જો તમે દર મહિને 1000 રૂપિયાનું પ્રિમિયમ ભરતા હો અને મહિને 180 રૂપિયાનો જીએસટી આપતા હો તો રૂ.126 રૂપિયા તો વીમા કંપનીઓ લઈ જતી અને સરકારની તિજોરીમાં માત્ર રૂ. 54 ઠલવાતા હતા.

તો શું પ્રિમિયમ મોંઘા થશે

સરકારે જીએસટી જ હટાવી દીધો હોવાથી સ્વાભાવિક રીતે આઈટીસી પણ કંપનીઓને નહીં મળે ત્યારે કંપનીઓ આ ખર્ચ કે ખોટ ગ્રાહકો પર નાખે, તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. આનો અર્થ એ થયો કે કંપનીઓ વીમાના પ્રિમિયમમાં વધારો કરી શકે છે. ખાસ કરીને જે નવી વીમા પોલિસી લેવામાં આવે તે વધારે પ્રમિયમ સાથે જ લેવામાં આવે, તેમ બને છે. જોકે આ ક્ષેત્રના નિષ્ણાતોના કહેવા અનુસાર સામાન્ય એવો વધારો પ્રિમિયમ પર થાય તેવી સંભાવના છે. આથી વીમાધારકોને ચોક્કસ રાહત થવાની છે.

આ પણ વાંચો…GST પરિષદની બેઠક શરૂ, જાણો કઈ વસ્તું થઈ શકે સસ્તી…

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button