હવે આ વસ્તુ પણ વેચશે Mukesh Ambani…
ભારત જ નહીં પણ એશિયાલા સૌથી ધનવાન ઉદ્યોગપતિમાં જેમની ગણતરી કરવામાં આવે છે એવા મુકેશ અંબાણીને લીને મહત્ત્વની માહિતી સામે આવી રહી છે. મળી રહેલી માહિતી પ્રમાણે મુકેશ અંબાણીએ વધુ એક કંપની ખરીદી લીધી છે.
રિલાયન્સ રિટેલ વેન્ચર્સની એફએમસીજી કંપની રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે રાવલગાવ શુગર પાર્મના કનફેક્શનરી બિઝનેસ ખરીદી લીધો છે અને આ ડીલ 27 કરોડ રૂપિયામાં થઈ હોવાનું કહેવાય છે. અહીંયા તમારી જાણ માટે કે આ કંપની 82 વર્ષ જૂની છે. રિલાયન્સના ટેક ઓવર બાદ આ કંપની વધારે ગ્રોથ કરશે, એવો વિશ્વાસ વ્યક્ત કરાઈ રહ્યો છે.
થયેલી ડીલ પ્રમાણે આ કંપનીના ટ્રેડમાર્ક્સ, રેસિપીઝ અને ઈન્લએક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ હવે રિલાયન્સ પાસે આવી ગયા છે. શુક્રવારે કંરની દ્વારા એક એક્સચેન્જ ફાઈલિંગમાં આ બાબતની માહિતા આપવામાં આવી હતી. 1942માં કંપનીએ રાવલગાવ બ્રાન્ડથી ટોફી બનાવવાનું શરું કર્યું હતું અને આ કંપની પાસે પાન પસંદ, મેંગો મૂડ અને કોફી બ્રેક જેવી નવ બ્રાન્ડ્સ છે.
આ કંપની ખરીદવાને કારણે રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના એફએમસીજી પોર્ટફોલિયોના વિસ્તાર થશે. કંપની પાસે પહેલાંથી જ કેમ્પા, ટોફીમેન અને રસકિક જેવી બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. જોકે, રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ દ્વારા આ ડિલ બાબતે કોઈ ઓફિશિયલ ઈન્ફોર્મેશન આપવામાં નથી આવી.