હવે આ જોખમી બીમારીને First Stageમાં જ ઓળખી લેશે Googleની AI Technology…
અત્યારે જ્યાં જુઓ ત્યાં બસ Artifical Intelligence (AI)ની બોલબાલા છે. કોઈ એવું સેક્ટર બાકી નથી કે જ્યાં AIનો ઉપયોગ ના કરવામાં આવતો હોય. હવે મેડિકલ ક્ષેત્રે પણ AI પોતાનો પગપેસારો કરી રહ્યો છે અને મળી રહેલી માહિતી પ્રમાણે હવે ભારતીય લોકોની સારવારમાં પણ AIની મદદ લેવામાં આવશે. આ સાથે સાથે જ જીવલેણ બીમારીઓ જેવી કે બ્રેસ્ટ કેન્સર, ટીબી, લંગ્સ કેન્સરના શરૂઆતના તબક્કામાં જ ડાયગ્નોઝ કરવામાં મદદ કરશે.
એક રિપોર્ટ અનુસાર Google AIએ એપોલો રેડિયોલોજી ઈન્ટરનેશનલ સાથે પાર્ટનરશિપ કરી છે અને બંને મળીને AI Healthcare Solution લઈને આવી રહ્યું છે અને ભારતીયો માટે આ ખૂબ જ કામનું સાબિત થવા જઈ રહ્યું છે. આ પાર્ટનરશિપનું ફોકસ એવી બીમારીઓ વિશે શરુઆતના તબક્કામાં જ માહિતી મેળવવાનું છે જે આગળ જઈને જીવલેણ સાબિત થઈ શકે છે.
એપોલો રેડિયોલોજી ઈન્ટરનેશનલ આપણા AI મોડેલને ભારતીયો વચ્ચે લઈને આવશે અને આવનારા 10 વર્ષ માટે મફત સ્ક્રીનિંગ પ્રોવાઈડ કરવામાં આવશે. આ એવા ગ્રામીણ ભારતીયો માટે ઉપયોગી સાબિત થશે કે જ્યાં રેડિયોલોજીસ્ટની કમી છે.
આંકડાઓ પર વિશ્વાસ કરીએ તો દર વર્ષે એક કરોડથી વધુ લોકો ટીબીની ચપેટમાં આવે છે અને આખી દુનિયામાં આશરે 13 લાખ લોકો આને કારણે મૃત્યુ પામે છે. ટીબીને કારણે સૌથી વધુ મૃત્યુ સાઉથ એશિયા અને આફ્રિકા રિજનમાં થાય છે. ટીબીની સારવાર શક્ય છે પરંતુ સારવારમાં વિલંબ થવાને કારણે તે કમ્યુનિટીમાં રહેનારા અન્ય લોકોમાં પણ ફેલાય છે.
ટીબી વિશે માહિતી મેળવવા માટે Chest X-Rays કરાવવામાં આવે છે પણ ભારતના અનેક વિસ્તારોમાં રેડિયોલોજિસ્ટની અછત છે અને એમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં આ સમસ્યા ખૂબ જ ગંભીર છે. આવી પરિસ્થિતિમાં ગૂગલ આ વિસ્તારોમાં AI System લગાવશે જે શરૂઆતના તબક્કામાં જ ટીબી ડિટેક્ટ કરશે અને સમય પર દર્દીની સારવાર કરી શકાશે.