શું 1 નવેમ્બરથી ફોનમાં OTP નહીં આવે? TRAI અને ટેલીકોમ કંપનીઓનું આવું છે પ્લાનિંગ…

Utility: સરકારથી લઈ ટેલીકોમ કંપનીઓ અને આમ આદમી દરેક દરરોજ થઈ રહેલા સ્કેમથી પરેશાન છે. તેને ખતમ કરવા દરરોજ પ્લાનિંગ કરવામાં આવે છે પરંતુ કોઈ સમાધાન મળતું નથી. ટ્રાઈ દ્વારા ઓટીપીના નવા નિયમોને લઈ તાજેતરમાં જ જિયો, વોડાફોન, આઈડિયા અને એરટેલે ચિંતા વ્યક્ત કરી છે. જેમાં OTP બ્લોક કરવા જણાવાયું છે. આ નવો નિયમ 1 નવેમ્બરથી લાગુ થશે અને તે અંતર્ગત તમામ ટેલીકોમ કંપનીઓએ ઈ-કોમર્સ પ્લેટફોર્મ, બેંક તથા અન્ય નાણાંકીય સંસ્થા દ્વારા મોકલવામાં આવતા ઓટીપીનો ટ્રેસ રેકોર્ડ રાખવો પડશે.
આ પણ વાંચો : OTP અને KYC ફ્રોડથી રહો સાવધાન, આ બાબતો ધ્યાનમાં રાખો
શરૂઆતમાં ટ્રાઈએ ઓગસ્ટ 2023માં ટેલિકોમ ઓપરેટરોએ બેંકો તથા નાણાંકીય સંસ્થાએ મોકલેલા મેસેજને ટ્રેક કરવાનો નિર્દેશ આપ્યો હતો. પરંતુ હવે નવેમ્બરની સમયમર્યાદા નજીક આવી રહી છે અને ટેલિકોમ કંપનીઓને તેનું પાલન કરવા તૈયાર રહેવું પડશે. જોકે અનેક અગ્રણી સંસ્થાઓ (PEs) અને ટેલીમાર્કેટર હજુ પણ બદલાવ કરવા તૈયાર નથી.
સિસ્ટમને અપડેટ કરી શકાય અને મેસેજ મોકલવામાં કોઈ અડચણ ન આવે તે માટે PEs દ્વારા હજુ પણ બે મહિનાનો સમય માંગવામાં આવ્યો છે. તેનાથી ઓટીપી અને ટ્રાન્ઝેક્શન મેસેજથી મોટા પાયે થતી છેતરપિંડીથી લોકોને બચાવી શકાશે.
આ પણ વાંચો : હવે સાંસદો તેમના પીએને પણ OTP અને પાસવર્ડ નહીં આપી શકે
આ ઉપરાંત કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સ્પૂફ કૉલ્સ અટકાવવાની પદ્ધતિની જાહેરાત કરી હતી. આ પદ્ધતિ ભારતીય ગ્રાહકોને વિદેશી નંબરને પણ ભારતીય નંબર (+91) તરીકે દર્શાવી કરવામાં આવતી છેતરપિંડીથી બચાવશે.