પ્રજવલ્લ રેવન્નાને વિદેશ જવાની મંજૂરી રાજ્ય સરકારે જ આપી” પ્રહલાદ જોશીનું ચર્ચાસ્પદ નિવેદન
નવી દિલ્હી : દેશમાં લોકસભાની ચૂંટણીના ટાણે જ ભારે ચર્ચાનું કેન્દ્ર બનેલ ખૂબ જ ગંભીર એવા કર્ણાટકનાં એનડીએ સાથીદાર પ્રજવલ્લ રેવન્ના (prajwal revanna) સેકસ વિડીયો કાંડને (sex scandal case) લઈને મહત્વપૂર્ણ સમાચાર છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ (prahlad joshi) આ કેસને લઈને નિવેદન આપતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે સેકસ વિડીયો કાંડના મુખ્ય આરોપી પ્રજવલ્લ રેવન્નાને 25 તારીખે નોટિસ ફટકારી છે. જોશીએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે, જો મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રાલયને પત્ર લખીને આ બાબત પર રાજનીતિ કરશે તો પાસપોર્ટ રદ્દ નહિ કરવામાં આવે.
તેમણે જણાવ્યું હતું કે, “એસાઇટીની રચના બાદ તેને હાલમાં જ કેન્દ્ર સરકારને આ બાબતે જાણકારી આપી છે. 21 મેના રોજ આ મામલો પ્રકાશમાં આવ્યો ત્યારથી લઈને એક મહિનાની અંદર આ બાબતે સત્તાવાર માહિતી આપવામાં આવી છે. જો કે કેન્દ્ર સરકાર આરોપી પ્રજવલ્લ રેવન્ના પર તાત્કાલિક પગલાં લીધા હતા. રાજ્યથી કેન્દ્રને માહિતી મળે તે બાદ કાર્યવાહી કરવાનો ગાળો 10 દિવસનો હોઈ છે.”
પ્રહલાદ જોશીએ કહ્યું હતું કે, “મુખ્યમંત્રી કે જેઓ સ્વયંમ એક વકીલ છે તેમને એ વાતનું ગણન હોવું જોઈએ કે નિયમો અનુસાર પોલીસને તેમણે એક નોટિસ આપવી જોઈએ અને આ બાબતના વિશિષ્ટ વિવરણ સાથે એફઆઇઆરની સાથે કેન્દ્ર સરકારને મોકલવી જોઈએ.
તેમણે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પર આરોપ લગાવતા કહ્યું હતું કે, “પ્રજવલ્લ રેવન્નાને વિદેશ જવાની મંજૂરી રાજ્ય સરકારે જ આપી હતી અને બાદમાં કેન્દ્ર સરકાર પર આરોપો કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે 21 તારીખમાં રોજ સામે આવેલા કેસમાં કેમ તેઓએ કાર્યવાહી ન કરી ? પ્રજવલ્લ રેવન્ના તો છેક 28 એપ્રિલના રોજ વિદેશ ગયો હતો.