નેશનલ

માત્ર સેલિબ્રિટી નહીં, ડીપફેકના શિકાર સામાન્ય માણસો વધારે બને છે

રશ્મિકા મંદાનાનાં ડિપફેક વીડિયો વાયરલ થયા બાદ હવે ડિજિટલ ડેટા સેફટીનો મુદ્દો ઉઠ્યો છે. આ સેલિબ્રિટી સાથે થયું એટલે સૌ કોઈ જાગ્યા છે, પરંતુ આવા વીડિયોનો શિકાર ઘણા સામાન્ય નાગરિકો બની ચૂક્યા છે અને પોલીસ ફરિયાદો પણ થઈ છે, તેમ એક અહેવાલ જણાવે છે. અગાઉ પણ આવો કિસ્સો સામે આવ્યો હતો જેમાં અમદાવાદની એક પ્રાઈવેટ યુનિવર્સિટીના પ્રોફેસરને કોમ્પ્રોમાઈઝિંગ પોઝિશનમાં દર્શાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ અંગત પળોનો ફેક વીડિયો એકેડમીના ગ્રૂપોમાં પણ ફરતો થઈ જતા પ્રોફેસરે મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા. આ વીડિયો બાદ કોઈ પૈસા માગવાને લગતો કૉલ કે આવ્યો ન હતો, આથી પ્રતિસ્પર્ધીઓએ માત્ર બદનામ કરવાના ઈરાદાથી વીડિયો બનાવ્યો હોય તેમ પણ બને.

પ્રોફેસરે ત્યારપછી પોલીસનો સંપર્ક કર્યો અને તેમણે પ્રાઈવેટ સાયબર સિક્યોરિટી એક્સપર્ટને વાત કરી આ વીડિયો ડિલિટ કરાવ્યો હતો. હવે આવો જ એક બીજો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પત્નીએ જ પોતાના પતિનો ડિપફેક વીડિયો બનાવી વાયરલ કર્યો. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે નડિયાદના એક ડોકટરનો તેની પેશન્ટ સાથેનો ગંદો વીડિયો વાયરલ થયો હતો. જેમાં મહિલાની સાથે તે અંગત પળો માણી રહ્યો હતો. જોકે આ અંગે તેને ફરિયાદ કરતા સામે આવ્યું કે આ ફેક વીડિયો છે અને તેમના ચહેરાને બદલવામાં આવ્યા છે. જેની પાછળ ડોકટરની પત્નીનો હાથ સામે આવ્યો છે. ઘરમાં ઝઘડા થવાને લીધે ડોકટરની પત્નીએ આ બંનેનો ખોટો વીડિયો બનાવી વાયરલ કરી દીધો હતો.

નોંધનીય છે કે છોકરીએ રિલેશનશિપમાં આવવાની ના પાડી તો છોકરાએ ડિપફેક વીડિયો બનાવી લીધો હતો.
ગુજરાતનાં સાયબર ક્રાઈમ એક્સપર્ટે કહ્યું કે અભિનેત્રીનો કેસ અત્યારે દેશભરમાં સામે આવ્યો છે. આનાથી લોકોને AI ટૂલ કેટલી હદે જઈ શકે છે તે સમજાયું છે. હવે સવાલ એ જ ઊભો થાય છે કે ઓનલાઈન આવા ટૂલ સરળતાથી મળી જાય છે જેથી કરીને કોઈપણ લોકો આનો ઉપયોગ કરી ખોટી રીતે બ્લેકમેલ કરી શકે છે. નિષ્ણાંતોએ જણાવ્યું કે 2021માં પૂર્વ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીન ડિપફેક વીડિયો પણ બન્યો હતો. જેમાં તેઓ અમેરિકન સિંગર ટેલર સ્વિફ્ટનું સુપરહિટ સોન્ગ I knew You Were troubleમાં ગીત ગાતા નજરે પડ્યા હતા. આ પછી સુરતના યુવકની ધરપકડ કરાઈ હતી જેને આ પ્રમાણે વીડિયો એડિટ કર્યો હતો. 2022ના સ્ટેટ ઈલેક્શન સમયે આમ આદમી પાર્ટીના ઓફિસરે પણ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં વિધાનસભ્ય ગુલાબ સિંહ યાદવનો ડિપફેક વીડિયો બહાર આવ્યો હતો.

નિષ્ણાંતોએ જણાવ્યું કે આના કેસો ઘણા વધારે છે પણ લોકો ફરિયાદ કરવાનું મોટાભાગે ટાળી દેતા હોય છે.
અત્યારે રાજસ્થાનના ભરતપુરથી લઈ હરિયાણાના ઘણા વિસ્તારોમાં તો ડિપફેક વીડિયો બનાવતી ગેંગ સક્રિય છે. તે આવી જ રીતે લોકોના ડિપફેક વીડિયો બનાવીને પછી રૂપિયા પડાવી લેતા હોય છે. આવાં લોકો સૌથી પહેલા તો એ વ્યક્તિનો ડિપફેક વીડિયો બનાવે છે અને પછી આખા ગ્રુપોમાં વાયરલ કરી નાખવાની ધમકી આપે છે. આથી કરીને લોકોના કોન્ટેક્ટમાં જે જે નંબર સેવ હોય તેમને મોકલી દેવાની ધમકી પણ આપતા હોય છે.

મોટાભાગે લોકો બદલો લેવા માટે ડિપફેકનો ઉપયોગ કરીને વીડિયોઝ મોકલતા રહેતા હોય છે. લોકોની છબીને ખરાબ કરવા માટે અથવામાં પ્રેમ પ્રકરણનો ખરાબ અંત આવ્યો હોય તો સામે જે પાર્ટનર છે તેની ઈજ્જત ઉછાળવા માટે આ પ્રમાણે ડિપફેક વીડિયો બનતા હોય છે. ત્યારે ડીપફેક વીડિયો છે કે ઓરિજિનલ તે જાણવા શું કરવું તેવા સવાલના જવાબમાં નિષ્ણાતો કહે છે કે સૌથી પહેલા તો ચહેરાની આજુબાજુ અલગ પ્રકારની લાઈટ દેખાય અથવા તો સ્કિન ટોન મેચ ન થાય. આની સાથે હાઈટ જોવાની તથા ફેસનો શેપ જ્યારે મૂવમેન્ટ થાય ત્યારે ઝાંખો થઈને ફ્લિપ થતો હોય તો સમજવાનું કે આ ડિપફેક વીડિયો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button