નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

સરકાર બનાવનાર NDA ગઠબંધનમાં એકપણ ખ્રિસ્તી, મુસ્લિમ કે શીખ સાંસદ નહિ

નવી દિલ્હી : આજે 9 જૂને સાંજે 18મી લોકસભા માટે નરેંદ્ર મોદી વડાપ્રધાન પદના શપથ લેવા જઈ રહ્યા છે. 2024 ની લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ બેઠકો ધરાવતી પાર્ટી ભાજપ પણ બહુમતથી દૂર છે, જો કે નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA) ગઠબંધનથી નવી સરકાર રચવા જઈ રહી છે, જો કે આ ગઠબંધનમાં એકપણ મુસ્લિમ, ખ્રિસ્તી કે શીખ સાંસદ નથી. એકમાત્ર બૌદ્ધ સાંસદ કિરણ રીજૂજુ છે.

એક ખાનગી અખબારી સંસ્થાના અહેવાલ મુજબ એનડીએ ગઠબંધનમાં 33.2 ટકા સાંસદો ગણાતી ઉચ્ચ જાતિઓમાંથી આવી છે, જ્યારે 15.7 ટકા સાંસદો અન્ય જાતિઓમાંથી આવે છે, જો કે 26.2 ટકા અન્ય પછાત જાતિઓમાંથી છે. જો કે એકપણ સાંસદ મુસ્લિમ, ખ્રિસ્તી અથવા શીખ સમુદાયમાંથી નથી આવતા.

આ સમયે જ રાજકીય નિષ્ણાત ગિલ્સ વર્નિયર્સનું વિશ્લેષણ અનુસાર INDIA ગઠબંધનના 235 સાંસદોમાં 7.9 ટકા, શીખો 5 ટકા અને ખ્રિસ્તીઓ 3.5 ટકા છે. આ વિશ્લેષણ દર્શાવે છે કે ઉચ્ચ જાતિઓ, અન્ય જાતિઓ અને ઓબીસી જાતિના સાંસદોનું પ્રમાણ અનુક્રમે 12.4 ટકા, 11.9 ટકા અને 30.7 ટકા પ્રમાણ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button