ઉત્તર કોરિયાની અણુશો વાપરવાની ધમકી
સૉલ: અમેરિકાનું વિમાનવાહક યુદ્ધ જહાજ દક્ષિણ કોરિયા આવતા ઉત્તર કોરિયાએ તેની સામે વિરોધ નોંધાવ્યો હતો અને જણાવ્યું હતું કે અમેરિકા અને દક્ષિણ કોરિયા અમને સ્વરક્ષણ માટે અણુશો વાપરવા માટે ઉશ્કેરી રહ્યા છે.
અમેરિકા, દક્ષિણ કોરિયા અને જાપાનના નૌકાદળ આંતરરાષ્ટ્રીય દરિયાઇ વિસ્તારમાં ચાલુ સપ્તાહે સંયુક્ત કવાયત કરવાના છે. તેના માટે અમેરિકાનું વિમાનવાહક યુદ્ધ જહાજ ‘યુએસએસ રોનાલ્ડ રેગન’ દક્ષિણ કોરિયા આવ્યું છે.
ઉત્તર કોરિયાની સત્તાવાર સમાચાર સંસ્થા ‘કોરિયન સેન્ટ્રલ ન્યૂસ એજન્સી’એ જણાવ્યું હતું કે અમેરિકા અને દક્ષિણ કોરિયા દ્વારા ઉત્તર કોરિયાના લશ્કરને
ઉશ્કેરવામાં આવે છે. ઉત્તર કોરિયાએ અણુશસ્ત્રો વાપરવાનો વિકલ્પ ખૂલ્લો રાખ્યો છે.
ઉત્તર કોરિયા અણુશોથી કોઇ હુમલો કરે એવી શક્યતા નહિવત્ હોવા છતાં તેના દ્વારા અવારનવાર આવી ધમકી અપાય છે. ઉત્તર કોરિયા દ્વારા ગયા વર્ષથી અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ મિસાઇલ પરીક્ષણ કરાયા હતા.
અમેરિકાની સરકાર અને દક્ષિણ કોરિયાની સરકારે ચીમકી આપતા જણાવ્યું હતું કે ઉત્તર કોરિયા જો અણુશો વાપરશે, તો ઉત્તર કોરિયામાંની કિમ જોંગ ઉનના નેતૃત્વ હેઠળની સરકારનો અંત લાવીશું.
અમેરિકાનું વિમાનવાહક યુદ્ધ જહાજ ‘યુએસએસ રોનાલ્ડ રેગન’ દક્ષિણ કોરિયાના બંદર બુસાન ખાતે લાંગરેલું છે અને ત્યાં પાંચ દિવસ રહેવાનું છે.
ઉત્તર કોરિયાએ આક્ષેપ કર્યો હતો કે ‘હમાસ’ દ્વારા ઇઝરાયલ પર તાજેતરમાં કરાયેલા હુમલામાં ઉત્તર કોરિયાનાં શોનો ઉપયોગ કરાઇ રહ્યો હોવાની અફવા ફેલાય છે. (એજન્સી)