બાબા રામદેવના દિવ્ય મંજનમાં મટિરિયલ નોન-વેજ? કોર્ટે કચકચાવીને ફટકારી નોટિસ
હજુ હમણાં જ બાબા રામદેવ અને તેના સહયોગી આચાર્ય બાલકૃષ્ણને દિલ્લી હાઇકોર્ટ -સુપ્રીમ કોર્ટ તરફથી તેમના ઉત્પાદનોને લઈને વારંવાર ફટકાર લગાવાતી હોવા છ્તા બાબાની સાન ઠેકાણે નથી આવતી. ફરી એક વાર બાબાને તેમના ઉત્પાદનના દિવ્ય દંત મંજનમાં નોન વેજ મટિરિયલ હોવાનો દાવો કરવામાં આવતા દિલ્લી હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી. હાઈકોર્ટે અરજી સ્વીકારી કેન્દ્ર સરકાર, પતંજલિ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને નોટિસ ફટકારી વળતો જવાબ માંગ્યો છે.
આ પણ વાંચો: Supreme Courtમાં ગંભીર મુદ્દા પરની સુનાવણી સમયે રામદેવ બાબા અને જજ વચ્ચે થયું કંઈક આવું
દિલ્લી હાઇકોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં જણાવાયું છે કે, દિવ્ય ટૂથપેસ્ટ બજારમાં શાકાહારી ઉત્પાદ તરીકે વેંચાય છે,જ્યારે તેમાં માછલીના ઘટકો હોય છે એડવોકેટનું કહેવું છે કે, કંપનીના દીવી દંત મંજનમાં સમુદ્ર કેન ( કટલ ફિશ ) નામના માંસાહારી પદાર્થનો ઉપયોગ કરે છે.
પતંજલીના આ ઉત્પાદન અંગે અરજદારે કહ્યું ક, દિલ્લી પોલીસ, આરોગી પરિવાર કલ્યાણ મંત્રાલય, સેંટરલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ સહિત સંબંધિત વિભાગોમાં વારંવાર અરજી કરી હોવા છ્તા કોઈ કાર્યવાહી ના કરવામાં આવતા અંતે કોર્ટના શરણે જવું પડ્યું છે.
આ પણ વાંચો: Patanjali Ad Case: ‘મોટી સાઈઝમાં માફીનામું છપાવો’ કોર્ટે રામદેવને ફરી ફટકાર લગાવી
અરજીમાં વધારે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, મંજનમાં બિન શાકાહારી ઘાતક છ્તા તેને લીલા ટપકા સાથે વેંચવામાં આવે છે. લીલા બિંદુ સૂચવે છે કે ઉત્પાદનમાં માત્ર શાકાહારી ઘટકો જ ઉપયોગમાં લેવામાં આવ્યા છે. CARTએ પતંજલિ આર્યુવેદ અને બાબા રામદેવને નોટિસ ફટકારી છે. સાથોસાથ કોર્ટે કેન્દ્ર સરકાર અને પતંજલિની દિવ્યા ફાર્મસીને પણ નોટિસ પાઠવી છે, અને જવાબ માંગ્યો છે