Tirupati બાલાજીમાંથી બિન-હિંદુ કર્મચારીઓને દૂર કરાશે, બોર્ડની બેઠકમાં લેવાયેલા અનેક નિર્ણયો
તિરૂમાલા : તિરુમાલા તિરુપતિ(Tirupati Balaji Temple)બોર્ડે મોટો નિર્ણય લીધો છે જેમાં હવે તિરુમાલા તિરુપતિ બોર્ડમાંથી બિન-હિંદુ કર્મચારીઓને ટૂંક સમયમાં દૂર કરવામાં આવશે. આ ઉપરાંત અન્ય એક નિર્ણયમાં બોર્ડ વિવિધ રાજ્યોના પ્રવાસન નિગમો દ્વારા ભક્તોના દર્શન માટેના ક્વોટાને નાબૂદ કરશે. તેમજ સુરક્ષાને ધ્યાનમાં રાખીને તિરુમાલા તિરુપતિ બોર્ડ ખાનગી બેંકોમાં જમા કરાયેલું સોનું, ચાંદી અને રોકડ ઉપાડશે અને તેને રાષ્ટ્રીયકૃત બેંકોમાં જમા કરશે. સોમવારે બી. આર. નાયડુની અધ્યક્ષતામાં તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
Also Read – ‘બહુ થયું, કોર્ટ સાથે રમત ના કરો…’ સુપ્રીમ કોર્ટના જજ મહિલા વકીલો પર ગુસ્સે થયા
આંધ્ર પ્રદેશ સરકાર સાથે વાત કરશે
તિરુપતિ દેવસ્થાનમ બોર્ડના નવનિયુક્ત અધ્યક્ષ બીઆર. નાયડુએ જણાવ્યું હતું કે ભગવાન વેંકટેશ્વરના મંદિર તિરુમાલામાં કામ કરતા તમામ લોકો હિંદુ હોવા જોઈએ. તેઓ આંધ્ર પ્રદેશ સરકાર સાથે વાત કરશે કે અન્ય ધર્મના કર્મચારીઓ અંગે શું નિર્ણય લેવામાં આવે. તેમને અન્ય સરકારી વિભાગોમાં મોકલવામાં આવે કે પછી સ્વૈચ્છિક નિવૃત્તિ આપવામાં આવે. “લાડુ પ્રસાદમમાં માટે વપરાતા ઘીમાં ભેળસેળના વિવાદ બાદ TTDની આ પ્રથમ બેઠક હતી.
રાજકીય નિવેદનો પર પ્રતિબંધ
બોર્ડે એ પણ નક્કી કર્યું છે કે હવે મંદિર સંબંધિત કોઈપણ વિષય પર કોઈ રાજકીય નિવેદનો નહીં કરે. જો કોઈ કર્મચારી આવું કરતો જોવા મળશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બાલાજી મંદિરની મુલાકાતે આવતા તમામ નેતાઓ, મંત્રીઓ, અધિકારીઓ અને ભક્તોને મંદિર પરિસરમાં કોઈપણ પ્રકારનું રાજકીય નિવેદન ન કરવા પણ કહેવામાં આવ્યું હતું.
દર્શનમાં સ્થાનિક લોકોને પ્રાધાન્ય મળશે
બોર્ડ નિષ્ણાતોની સલાહ લીધા બાદ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને એડવાન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને શ્રી વેંકટેશ્વર સ્વામીના દર્શનનો સમય 20-30 કલાકથી ઘટાડીને 2-3 કલાક કરવા પર પણ કામ કરી રહ્યું છે. બોર્ડ રાજ્ય સરકારને દેવલોક પ્રોજેક્ટ નજીક અલીપીરીમાં પ્રવાસન માટે આપવામાં આવેલી 20 એકર જમીન TTDને સોંપવા વિનંતી કરશે. તે તિરુપતિના સ્થાનિક લોકોને દર મહિનાના પહેલા મંગળવારે અગ્રતાના ધોરણે દર્શન કરવાની સુવિધા પણ પૂરી પાડશે.