નેશનલ

મહાદેવ એપ કેસમાં ૧૮ આરોપીઓ પર ગેંગસ્ટર એક્ટ હેઠળ નોએડા પોલીસ તપાસ કરશે

નવી દિલ્હી : દેશભરમાં ચર્ચિત મહાદેવ સટ્ટાબાજીની એપ દ્વારા કરોડો રૂપિયાની છેતરપિંડી કરનારા ૧૮ આરોપીઓ સામે નોએડા પોલીસ ગેંગસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહી કરશે. આ મામલે નોએડા પોલીસ સ્ટેશન-૩૯માં કેસ નોંધવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે ઇડીની અરજી પર મહાદેવ સટ્ટાબાજીની એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે. નોએડા પોલીસે પણ એપને બંધ કરવા માટે પત્ર લખ્યો હતો.

વર્ષ ૨૦૨૨માં નોએડાની એક પોશ સોસાયટીમાંથી મહાદેવ એપ સાથે જોડાયેલા આરોપીઓ ઝડપાયા હતા. આ કૌભાંડની તપાસમાં અનેક ફિલ્મ સ્ટાર્સ પણ અલગ-અલગ એજન્સીઓના રડાર પર છે. પકડાયેલા આરોપીઓ ઉત્તર પ્રદેશ, છત્તીસગઢના રહેવાસી છે.
આ મામલે ભાજપ છત્તીગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલને ઘેરી રહી છે. બીજી તરફ મુંબઈ પોલીસે પણ મહાદેવ એપ કેસમાં કેટલાક લોકો સામે કેસ નોંધ્યો છે. મુંબઈ પોલીસે ‘મહાદેવ’ સટ્ટાબાજીની એપના ‘પ્રમોટર’ સહિત ૩૨ લોકો વિરુદ્ધ આશરે રૂ. ૧૫,૦૦૦ કરોડની છેતરપિંડી માટે દાખલ કરી છે. માટુંગા પોલીસના એક અધિકારીના જણાવ્યા અનુસાર, એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકર અને મુખ્ય આરોપી રવિ ઉપ્પલ અને શુભમ સોની અને અન્ય વિરુદ્ધ ૨૦૧૯ થી અત્યાર સુધી છેતરપિંડી કરવા બદલ મંગળવારે નોંધવામાં આવી હતી.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દાવો કર્યો હતો કે ફોરેન્સિક વિશ્ર્લેષણ અને રોકડ કુરિયરના નિવેદનમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. એજન્સી અનુસાર, મહાદેવ બેટિંગ એપના પ્રમોટર્સે અત્યાર સુધીમાં છત્તીસગઢના મુખ્ય પ્રધાનને ૫૦૮ કરોડ રૂપિયા આપ્યા છે. એજન્સીએ કહ્યું કે આરોપોની તપાસ કરવામાં આવી રહી છે.

મહાદેવ બેટિંગ એપ ઓનલાઈન સટ્ટાબાજી માટે બનેલી એપ હતી. જેમાં પોકર, કાર્ડ ગેમ્સ, ચાન્સ ગેમ્સ નામની લાઇવ ગેમ્સ રમવાનું પ્લેટફોર્મ આપવામાં આવતું. આ સાથે એપ દ્વારા ક્રિકેટ, બેડમિન્ટન, ટેનિસ, ફૂટબોલ અને ચૂંટણી જેવી રમતોમાં પણ ગેરકાયદેસર સટ્ટાબાજી કરવામાં આવતી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ