નેશનલ

હવે નોઈડામાં ચાલતી મેટ્રોમાં તમે કરી શકશો આ સેલિબ્રેશન

નોઈડાઃ મેટ્રો ટ્રેન અમુક શહેરો અને વિસ્તારોમાં જોઈએ તેટલો પ્રતિસાદ મેળવી શકી નથી. મેટ્રો ઊભી કરવામાં ખર્ચ ઘણો થાય છે ત્યારે સામે જો લોકોનો ધસારો ન હોય તો મહેસૂલી આવક ઘટી જાય છે. હવે આ કારણ હોય કે બીજું કંઈ પણ નોઈડા મેટ્રોએ કમાવવાનો એક બીજો રસ્તો શોધ્યો છે. હવે તમે ચાલતી ટ્રેનમાં સાત ફેરા ફરી શકશો કે પછી બર્થ ડે કેક પણ કાપી શકશો.

હા, આમ તો આપણે માનીએ છીએ કે મેટ્રો ટ્રેન માત્ર મુસાફરી માટે છે, પણ મેટ્રોમાં જન્મદિવસની પાર્ટી, પ્રી-વેડિંગ ફંક્શનની ઉજવણી કરી શકો છો અને તમારા 200 સંબંધીઓને આમંત્રિત કરી શકો છો અને લંચ કે ડિનર પણ રાખી શકો છો. આથી જો તમને મેટ્રોમાં સેલિબ્રેશન કરવાનું મન થાય તો તમારે NMRC વેબસાઈટ પર અરજી કરવી પડશે. તમારે કલાકદીઠ ચાર્જ ચૂકવવો પડશે. આ માટે 4 કેટેગરીમાં અરજી કરી શકાશે.

કેટેગરી-1માં, તમે 8000 રૂપિયા પ્રતિ કલાકના ચાર્જ પર દોડતી મેટ્રો ટ્રેનના કોચમાં તમારો જન્મદિવસ ઉજવી શકો છો. આ કૉચમાં ડેકોરેશન કરી શકાશે નહીં. આ મેટ્રો સેક્ટર 51 અને ડેપો વચ્ચે ફેરા મારતી રહેશે. કેટેગરી-2માં તમે સ્ટેન્ડિંગ મેટ્રો ટ્રેનમાં ઉજવણી કરી શકો છો. આ માટે તમારે પ્રતિ કલાક 5000 રૂપિયા ચૂકવવા પડશે.

કેટેગરી-3માં દોડતી મેટ્રો ટ્રેનના કોચને શણગારવામાં આવશે. સુશોભિત કોચમાં સેલિબ્રેશન માટે તમારે 10,000 રૂપિયા પ્રતિ કલાકનો ચાર્જ ચૂકવવો પડશે. જ્યારે કેટેગરી-4નું ભાડું 7000 રૂપિયા પ્રતિ કલાક છે, તેમાં કોચ સજાવવામાં આવશે પરંતુ ટ્રેન ઊભી રહેશે. કેટેગરી-3માં દોડતી મેટ્રો ટ્રેનના કોચને શણગારવામાં આવશે. સુશોભિત કોચમાં સેલિબ્રેશન માટે તમારે 10,000 રૂપિયા પ્રતિ કલાકનો ચાર્જ ચૂકવવો પડશે. જ્યારે કેટેગરી-4નું ભાડું 7000 રૂપિયા પ્રતિ કલાક છે, તેમાં કોચ સજાવવામાં આવશે પરંતુ ટ્રેન ઊભી રહેશે.

કોઈપણ વ્યક્તિ ચાલતી ટ્રેનમાં 1 કોચ અને સ્ટેન્ડિંગ મેટ્રોમાં વધુમાં વધુ 4 કોચ માટે અરજી કરી શકે છે. જો કોઈ વ્યક્તિ તેની ઈચ્છા મુજબ શણગાર કરાવવા માંગે છે તો તે તેનો ખર્ચ ઉઠાવી શકે છે. કોચમાં જાદુગર કે ટેટૂ આર્ટિસ્ટને પણ બોલાવી શકાય છે.

મૂવિંગ મેટ્રોમાં, મુસાફરો અઠવાડિયાના દિવસોમાં સવારે 11 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી અને રવિવારે આખો દિવસ અને સ્થિર મેટ્રોમાં ઓપરેશનલ અને નોન-ઓપરેશનલ બંને સમયે તેમના કાર્યો કરી શકે છે. એક કોચમાં તમે બાળકો અને વૃદ્ધો સહિત 50 લોકોને ઉજવણી માટે આમંત્રિત કરી શકો છો. મૂવિંગ મેટ્રોમાં, મુસાફરો અઠવાડિયાના દિવસોમાં સવારે 11 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી અને રવિવારે આખો દિવસ અને સ્થિર મેટ્રોમાં ઓપરેશનલ અને નોન-ઓપરેશનલ બંને સમયે તેમના કાર્યો કરી શકે છે. એક કોચમાં તમે બાળકો અને વૃદ્ધો સહિત 50 લોકોને ઉજવણી માટે આમંત્રિત કરી શકો છો.

હા અહીં તમે ગરમાગરમ રસોઈ બનાવી શકશો નહીં. તમારે પેકેટ ફૂડ જ ખવરાવવું પડશે. સોફ્ટ ડ્રિંક સર્વ કરી શકાશે. તમને અહીં સેન્ટર ટેબલ, ડસ્ટબિન અને હાઉસકીપિંગ સ્ટાફની સુવિધા મળશે. પ્રી-વેડિંગ ફોટોશૂટથી લઈને બર્થડે ફોટોગ્રાફી પણ આસાનીથી કરી શકશો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button