નેશનલ

પશ્વિમ બંગાળમાં સીએએ લાગુ કરતા કોઇ રોકી શકશે નહીં: સંરક્ષણ પ્રધાન

માલદા: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે રવિવારે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી પર જોરદાર પ્રહારો કર્યા હતા અને તેમના પર નાગરિકતા (સુધારા) અધિનિયમ (સીએએ) વિશે જૂઠાણું ફેલાવવાનો અને લોકોને ખાસ કરીને મુસ્લિમ સમુદાયને ગેરમાર્ગે દોરવાનો આરોપ મુક્યો હતો.

રાજનાથ સિંહે કહ્યું કે ધાર્મિક આધાર પર બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન છોડીને આવેલા શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવાનો કાયદો સીએએને પશ્વિમ બંગાળમાં લાગુ કરતા કોઈ રોકી શકશે નહીં.


આ પણ વાંચો:
મમતા સીએએ અંગે મતદારોને ગેરમાર્ગે દોરે છે: અમિત શાહ

રાજનાથ સિંહે જણાવ્યું હતું કે ભાજપ તેના વચનો પૂરા કરે છે અને પશ્ચિમ બંગાળમાં સીએએને લાગુ કરતા કોઇ રોકી શકશે નહીં. તેમણે કહ્યું કે નાગરિકતા (સુધારા) અધિનિયમ 2019 એ કોઈની નાગરિકતા છીનવી લેવાનો નથી, પરંતુ ધાર્મિક આધાર પર પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી વિસ્થાપિત લોકોને ભારતીય નાગરિકતા આપવાનો કાયદો છે.

માલદા ઉત્તર મતવિસ્તારના ભાજપના ઉમેદવાર ખગેન મુર્મુના સમર્થનમાં અહીં એક રેલીને સંબોધતા તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ અથવા ડાબેરી પક્ષો ચૂંટણી દરમિયાન વચનો આપે છે જે પૂરા થતા નથી પરંતુ ભાજપ તેના વચનો પૂરા કરે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બાકીના ભારતની સાથે પશ્ચિમ બંગાળમાં સીએએને લાગુ કરતા કોઈ રોકી શકશે નહીં.


આ પણ વાંચો:
મમતા સીએએ અંગે મતદારોને ગેરમાર્ગે દોરે છે: અમિત શાહ

તેમણે કહ્યું હતું કે મમતા દીદીએ કહ્યું કે તેઓ તેમના રાજ્યમાં સીએએને મંજૂરી આપશે નહી. શા માટે તે પશ્ચિમ બંગાળના લોકોને છેતરવાનો પ્રયાસ કરી રહી છે. નોંધનીય છે કે 31 ડિસેમ્બર, 2014 પહેલા ભારત આવેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી સ્થળાંતર કરનારા બિન મુસ્લિમોને નાગરિકતા આપવા માટે સંસદ દ્વારા કાયદો પસાર થયાના ચાર વર્ષ પછી કેન્દ્રએ માર્ચમાં સીએએ લાગુ કર્યો હતો.

સિંહે કહ્યું હતું કે, અગાઉની વ્યવસ્થાઓથી વિપરીત નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારમાં ભારત સાથે આદર સાથે વ્યવહાર કરવામાં આવે છે.જ્યારે આપણે આંતરરાષ્ટ્રીય મંચ પર કંઈક કહીએ છીએ ત્યારે આપણને સન્માન સાથે સાંભળવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે મોદીનો સંકલ્પ 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાનો છે.


આ પણ વાંચો:
સીએએના અરજીકર્તાઓ મૂળ દેશના પુરાવા તરીકે નવ દસ્તાવેજો રજૂ કરી શકશે

સિંહે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરવા અને અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ જેવા વચનો પૂરા થયા છે અને તે ‘રામ રાજ્ય’ના આવવાના સંકેતો છે. સંરક્ષણ પ્રધાને કહ્યું કે કેન્દ્રની ભાજપ સરકારે પણ ‘ટ્રિપલ તલાક’ નાબૂદ કરવાના તેના વચનને પૂર્ણ કર્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
…તો 160થી શરૂ થશે Mobile Number! ડેટ નાઈટ પર જોવા મળ્યા વિરાટ અને અનુષ્કા, તસવીરો સામે આવી આ છે IPL-Final’sમાં Lowest Score બનાવનાર ટીમો… Anant-Radhika પ્રિ-વેડિંગ ફંક્શન માટે ઉપડ્યા આ Celebs…