ના વિઝાની કટકટ, ના બજેટનું ટેન્શન… રૂ. 50,000 હજારમાં 14 દિવસ ફરી શકશો આ દેશમાં…
દિવાળી અને નાતાલનું વેકેશન હવે નજીક આવી રહ્યા છે ત્યારે જો તમે પણ વેકેશન પ્લાન કરી રહ્યા હોવ તો અમે તમારા માટે અહીં એક એવા ડેસ્ટિનેશનની માહિતી લઈને આવ્યા છીએ કે તમારું દિલ એકદમ બાગબાગ થઈ જશે. સૌથી મહત્ત્વની વાત એટલે આ ડેસ્ટિનેશન પર ફરવા માટે તમારે બજેટ ફ્રેન્ડલી છે. ચાલો વધારે સસ્પેન્સ ક્રિયેટ કર્યા વિના ડેસ્ટિનેશનનું નામ અને તે ક્યાં આવેલું છે એ જણાવી દઈએ-
જો તમે પણ યુરોપની કોઈ કન્ટ્રી ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો પણ ખર્ચનો વિચાર કરીને પાછળ પડી રહ્યા છો તો તમારા માટે ગુડ ન્યુઝ છે. અમે અહીં તમને એવા દેશ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે ભારતથી થોડાક જ દૂર આવેલું છે અને અહીં પહોંચવા માટે તમારે કોઈ વિઝાની જરૂર નહીં પડે અને 50,000 રૂપિયામાં જ તમને યુરોપની ટૂર જેવી મજા આવશે.
આ દેશનું નામ છે કઝાખિસ્તાન. ભારતથી સાડાત્રણ કલાકના અંતરે આવેલા આ દેશમાં ઈન્ડિયન ટૂરિસ્ટને વિઝા વિના પ્રવેશ આપવામાં આવે છે. કઝાખિસ્તાન જવા માટે તમને દિલ્હીથી ડાયરેક્ટ ફ્લાઈટ મળશે અને અન્ય દેશોની સરખામણીએ કઝાખિસ્તાનમાં રહેવા-ખાવા-પીવાનું ખૂબ જ સરળ છે. ઈન્ડિયન પાસપોર્ટ પર કઝાખિસ્તાનની સરકાર ઈન્ડિયન ટુરિસ્ટને 14 દિવસ વિઝા વિના રહેવાની પરવાનગી આપવામાં આવે છે.
વાત કરીએ અહીંના ટુરિસ્ટ ડેસ્ટિનેશન વિશે તો અલ્માટી કઝાખિસ્તાનનું સૌથી મોટું શહેર છે, જે પોતાની સંસ્કૃતિ અને પર્વતીય પ્રદેશ માટે જાણીતું છે. અલ્માટીમાં પણ કોક-ટોબે હિલ, બિગ અલ્માટી ઝીલ અને મેડુ સ્કેટિંગ રિંગ અને સ્કી રિસોર્ટનો સમાવેશ થાય છે. આ સિવાય લેક કેંડી પણ એક બેસ્ટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે અને બેયટેરેક ટાવરની મુલાકાત વિના તો કઝાખિસ્તાનનો પ્રવાસ અધૂરો જ ગણાય..
તો રાહ કોની જુઓ છો, ચાલો