ગૃહમાં મત અને બોલવા માટે લાંચ લેતા વિધાનસભ્યો-સાંસદોને રાહત નહીં: સુપ્રીમ | મુંબઈ સમાચાર
નેશનલ

ગૃહમાં મત અને બોલવા માટે લાંચ લેતા વિધાનસભ્યો-સાંસદોને રાહત નહીં: સુપ્રીમ

નવી દિલ્હી: સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું હતું કે ગૃહમાં મત આપવા અને પ્રશ્નોની રજૂઆત કરવા માટે લાંચ લેતા વિધાનસભ્યો-સાંસદોને કેસની કાર્યવાહીમાંથી કોઈ રાહત મળી શકે નહીં.
સર્વાનુમતીથી અપાયેલા આ ચુકાદાએ આવા વિધાનસભ્યો-સાંસદોને કેસની કાર્યવાહીમાંથી કોઈ રાહત આપતા વર્ષ 1998ના ચુકાદાને ઊલટાવ્યો છે.
સાત ન્યાયાધીશોની બનેલી સુપ્રીમ કોર્ટની ખંડપીઠે પાંચ ન્યાયાધીશોની બનેલી ખંડપીઠના વર્ષ 1988ના ચુકાદાને ફરી ધ્યાન પર લીધો હતો.
મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડના વડપણ હેઠળની સાત ન્યાયાધીશની બનેલી ખંડપીઠે પાંચ ન્યાયાધીશની બનેલી ખંડપીઠે 1998માં જેએમએમ લાંચકેસમાં આપેલા ચુકાદાને બંધારણની કલમ 105 અને 194ની જોગવાઈથી વિપરિત લેખાવ્યો હતો.
મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડના વડપણ હેઠળની સાત સભ્યની બનેલી ખંડપીઠમાં ન્યાયાધીશ એ. એસ. બોપાન્ના, એમ. એમ. સુંરેશ, પી. એસ. નરસિંહા, જે. બી. પારડીવાલા, સંજયકુમાર અને મનોજ મિશ્રાનો પણ સમાવેશ થતો હતો.
બંધારણની કલમ 105 અને 194 સંસદ અને વિધાનસભાના ગૃહમાં સાંસદો અને વિધાનસભ્યોની સત્તા તેમ જ વિશેષ અધિકારને લગતી છે.
ચુકાદો આપતા મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે સાંસદો અને વિધાનસભ્યો દ્વારા લેવાતી લાંચ અને આચરવામાં આવતો ભ્રષ્ટાચાર જાહેરજીવનમાં તેમની પ્રામાણિકતાનું ધોવાણ કરે છે.
ગૃહમાં પ્રશ્નોની રજૂઆત કરવા સાંસદો તેમ જ વિધાનસભ્યો દ્વારા લાંચ લેવાતી હોવાની બાબત વાતાવરણ દૂષિત અને ઝેરીલું બનાવે છે, એમ તેમણે કહ્યું હતું. (એજન્સી)

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button