સુપ્રીમ કોર્ટમાંથી હેમંત સોરેનને કોઈ રાહત નહીં , વચગાળાના જામીન પર સુનાવણી થશે 13 મેના રોજ

નવી દિલ્હી : દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે ઝારખંડ મુક્તિ મોરચા (jmm)ના પ્રમુખ હેમંત સોરેન(hemant soren) હાલ તો જેલની હવા ખાઈ રહ્યા છે.આ આવા સમયે તેઓ ચૂંટણી પ્રચાર માટે બહાર આવવા માંગતા હતા. આથી તેમણે સુપ્રીમ કોર્ટમાં વચગાળાની જામીન (interim bail) માટે અરજી કરો હતી. જેમાં હેમંત સોરેનને સુપ્રીમ તરફથી કોઈ રાહત મળી નથી. હેમંત સોરેનની અરજી પર હાલ સુપ્રીમે મનાઈ ફરમાવી છે અને તેની સુનાવણી આગામી 13મીએ થશે.
હેમંત સોરેનને સુપ્રીમ કોર્ટમાંથી ‘નો’ રાહત :
જોઈએ તો, હેમંત સોરેને સુપ્રીમમાં કરેલી તેમની અરજીમાં વચગાળાની જામીન પર વહેલી તકે નિર્ણય લેવાની માંગ કરી હતી. ત્યારે આ અરજીને ફગાવતા સુપ્રીમે કહ્યું કે હવે હાઈકોર્ટે તેની અરજી પર ચુકાદો આપી દીધો છે, તેથી આ અરજીનો કોઈ અર્થ રહેતો નથી. હાઈકોર્ટના આદેશ બાદ હેમંત સોરેને સુપ્રીમના દરવાજ ખખડાવ્યા હતા અને માંગ કરી હતી કે હાઈકોર્ટે આદેશ અનામત રાખ્યો હતો, પરંતુ હજુ સુધી નિર્ણય સંભળાવ્યો નથી. જોકે, હાલ તો સુપ્રીમ કોર્ટે તેમિ અરજી પર સોમવારે જામીન સુનાવણી કરવાની ખાતરી આપી હતી.
13મી મેના રોજ સુનાવણી થશે :
ઘટનાની વાત કરવામાં આવે તો હેમંત સોરેનની અરજી પર સુપ્રીમ કોર્ટમાં 13 મેના રોજ સુનાવણી થશે. હેમંત સોરેને ઝારખંડ હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો છે, જેમાં હાઈકોર્ટે તેમની ધરપકડને યોગ્ય ઠેરવતા અરજી રાહત માટેની અરજીને ફગાવી દીધી હતી. 3 મેના રોજ આ બાબતે પોતાનો ચુકાદો આપતી વખતે હાઈકોર્ટે કહ્યું હતું કે ED પાસે પૂરતા પુરાવા છે અને હેમંત સોરેનની ધરપકડને ખોટી ગણાવી શકાય નહીં. આ પછી હેમંત સોરેને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જ્યાં કપિલ સિબ્બલ હેમંત સોરેન વતી સુપ્રીમ કોર્ટમાં કેસ લડી રહ્યા છે.