દિલ્હીના સીએમ Arvind Kejriwalને સીબીઆઈ ધરપકડ કેસમાં રાહત નહિ, હાઇકોર્ટે અરજી ફગાવી
નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને(Arvind Kejriwal)કોર્ટ તરફથી આંચકો લાગ્યો છે. દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં સીબીઆઈ દ્વારા અરવિંદ કેજરીવાલની ધરપકડને દિલ્હી હાઈકોર્ટે યથાવત રાખી છે. સીએમ કેજરીવાલે આ ધરપકડને પડકારતી અરજી દાખલ કરી હતી. જેને કોર્ટે ફગાવી દીધી છે.
આ અરજી ફગાવી દેતાં દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે એવું ન કહી શકાય કે CBI દ્વારા કોઈ યોગ્ય કારણ વગર અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ રાહત માટે ટ્રાયલ કોર્ટમાં જઈ શકે છે.
આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટ તરફથી AAP ને મોટો આંચકો, કહ્યું MCD માં એલજીને 10 સભ્યો નોમિનેટ કરવાની સત્તા
ED કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન
દિલ્હી હાઈકોર્ટના આ આદેશ સામે અરવિંદ કેજરીવાલ સુપ્રીમ કોર્ટમાં જશે. સીબીઆઈ દ્વારા ધરપકડ અને જામીનને લઈને સીએમ કેજરીવાલ સુપ્રીમ કોર્ટમાં જશે. અરવિંદ કેજરીવાલને ED કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળી ગયા છે.
ખોટા કેસમાં ફસાવીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે
આ પૂર્વે અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે પીએમ મોદી અરવિંદ કેજરીવાલથી ઈર્ષ્યા કરે છે. તેથી નફરતના કારણે ખોટા કેસમાં ફસાવીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. અરવિંદ કેજરીવાલનો જન્મ જન્માષ્ટમીના દિવસે થયો હતો, તેથી ભગવાન કેજરીવાલનો જન્મ થયો હતો. તે પણ કંઈક નવું કરવા માંગે છે.