નેશનલ

આયુષ્યમાન ભારત યોજનાઃ ચૂંટણી ઢંઢેરાનુ આ વચન ભૂલી ગઈ ભાજપ?

નવી દિલ્હીઃ Modi governmentએ પોતાના બન્ને કાર્યકાળમાં શરૂ કરેલી યોજનાઓમાંની એક લોકપ્રિય યોજના આયુષ્યમાન ભારત છે. ગરીબ અને મધ્યમવર્ગીય લોકો આનો ઘણો લાભ લે છે, પણ આ યોજનામાં વધારે જોગવાઈઓ ઉમેરવાનો વાયદો સરકાર ભૂલી ગઈ કે શું તેવો સવાલ એક અહેવાલ પરથી થાય છે.

તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણી 2024 બાદ ત્રીજીવાર સત્તા પર આવેલી ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં આયુષ્યમાન ભારત યોજના હેઠળ દેશના તમામ ૭૦ વર્ષથી વધુ વયના વૃદ્ધોને લાભ આપવાનું વચન પણ આપ્યું હતું, જ્યારે અન્ય લાભાર્થીઓ માટે પણ આ યોજના ચાલુ જ રહેશે, તેમ જણાવ્યુ હતુ, પરંતુ આયુષ્યમાન ભારત યોજનામાં 70 વર્ષથી વધુ વયના વૃદ્ધોને સ્વાસ્થ્ય લાભ આપવા માટે હાલ સરકારની કોઈ તેયારી નથી અને તે માટે હજૂ સુધી કોઈ પેનલ બનાવાઈ નથી એવુ કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્ય પ્રધાન પ્રતાપરાવ જાધવએ શુક્રવારે લોકસભામાં સ્વીકાર્યું છે.

| Also Read: Ayushman Bharat Scheme: private hospitalsને બખ્ખાં

લોકસભાની ચૂંટણી પછી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદમાં સંબોધિત કરતા તેમનાં અભિભાષણમાં સરકારની આયુષ્યમાન ભારત યોજનાના વિસ્તારની સંભાવનાઓ અંગે જાણાવતા કહ્યું હતું કે આયુષ્યમાન ભારત હેઠળ તેની અંતર્ગત પાત્ર લોકોના આયુષ્યાન કાર્ડ બનાવાય છે. અને આ કાર્ડ હેઠળ સેકેન્ડરી હોસ્પિટલમાં વાર્ષિક પાંચ લાખ સુધીની મફત સારાવાર મેળવી શકે છે. સરકારે હવે આ યોજનામાં પાત્રાનો દાયરો વધારવાની તૈયારી કરી છે.

જોકે તાજેતરના બજેટમાં આ અંગે કોઈ સ્પષ્ટતા આવી નથી. આ અંગે સંસદના ચાલુ સત્રમાં પૂછવામાં આવતા સ્વાસ્થ્ય પ્રધાન જાધવએ જણાવ્યું હતું કે પાત્ર પરિવારના બધા સભ્યો કોઈ પણ વયના હોય તેવો આયુષ્યમાન ભારત વડાપ્રધાન જન આરોગ્ય યોજનાનો લાભ મેળવી શકે છે.

| Also Read: Ayushman Bharat Health Infrastructure Mission

આ યોજના હેઠળ 55 કરોડ વ્યક્તિઓને સેકેન્ડરી અને ટેરેટરી હોસ્પિટલોમાં મફત સારવારનો લાભ મળે છે. જોકે 70 વર્ષથી વધુ વયના વૃદ્દોને લાભ આપવા અંગે કોઈ નિષ્ણાત સમિતીની રચના કરવામાં આવી નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button