નેશનલ

ભારતમાં હિન્દુ રાષ્ટ્ર સ્થાપવાની જરૂર નથી: આરઆરએસના નેતાએ શા માટે આમ કહ્યું?

ભુજ: કેન્દ્રમાં સરકાર સ્થાપ્યા બાદ ભાજપ દ્વારા આક્રમક રીતે હિન્દુત્વવાદી વિચારધારાની તરફેણ કરવામાં આવી રહી હોવાનું વારંવાર કહેવાય છે. પાછલાં કેટલાક વર્ષોમાં સંઘ પરિવારની કેટલીક સંગઠનાઓ, ભાજપના કેટલાંક નેતાઓ અને અન્ય સંગઠનો દ્વારા હિન્દુ રાષ્ટ્રની માંગણી કરવામાં આવી રહી છે. ત્યારે આ મુદ્દે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જનરલ સેક્રેટરી દત્તાત્રેય હોસબળેએ પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું છે. ભારતમાં હિન્દુ રાષ્ટ્રની સ્થાપના કરવાની કોઇ જરુર નથી, ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે. એવું નિવેદન તેમણે કર્યું હતું.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક હાલમાં જ ગુજરાતના ભુજમાં યોજાઇ હતી. આ બેઠક બાદ યોજાયેલ પત્રકાર પરિષદમાં એક પ્રશ્નનો જવાબ આપતાં રાષ્ટ્રીય સવ્યંસેવક સંઘના જનરલ સેક્રેટરી દત્તાત્રેય હોસબળેએ પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે, ભારતમાં હિન્દુ રાષ્ટ્રની સ્થાપનાની કોઇ જરુર નથી. ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે એમ દત્તાત્રેય હોસબળેએ જણાવ્યું હતું. એક પત્રકાર દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્ન કે ભારત હિન્દુ રાષ્ટ્ર ક્યારે બનશે એના જવાબમાં દત્તાત્રેય હોસબળેએ જણાવ્યું હતું કે, ભારત હિન્દુ રાષ્ટ્ર હતું, આજે પણ છે અને કાયમ રહેશે એવો અભીપ્રાય આપ્યો હતો.

આ વખતે પોતાના જવાબમાં વધુ સ્પષ્ટતા લાવવા માટે દત્તાત્રેય હોસબળેએ સંવિધાન મુજબની રાજ્ય પદ્ધત્તી એટલે જ સ્ટેટ સિસ્ટમ અને રાષ્ટ્ર (નેશન) બંને વચ્ચે શું ભેદ છે તેની પણ વિસ્તાર પૂર્વક જાણકારી આપી હતી. ભારત પર જ્યારે અંગ્રેજોનું રાજ્ય હતું ત્યારે તે બ્રિટીશ રાજ હતું. જોકે ત્યારે પણ ભારત રાષ્ટ્ર તરીકે હિન્દુ રાષ્ટ્ર જ હતું. એમ દત્તાત્રેય હોસબળેએ ઉમેર્યુ હતું. આપડો દેશ, સમાજ, સંસ્કૃતી, ધર્મ આ બધા માટે કંઇક સારું કરવાની ભાવના હોવી એ જ હિન્દુત્વ છે. અને આ હિન્દુત્વની જાણ થાય તે માટે જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાર્યરત છે. તેથી હિન્દુ રાષ્ટ્રની સ્થાપના કરવાની કોઇ જરુર નથી કારણ કે ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે એમ હોસબળેએ વારંવાર કહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button