નેશનલ

હવે નહીં પડે TrueCaller એપની જરૂર, નંબર સાથે કોલર આઈડી આપોઆપ દેખાશે

મોદી સરકાર 3.0માં ટેલિકોમ મંત્રાલય હવે ઘણા નવા સુધારાઓ લઇને આવી રહ્યું છે, જે ગ્રાહકો માટેઘણા ફાયદાકારક છે. તેના એક નવા સુધારામાં હવે તમે કોલ કરનારને સરળતાથી ઓળખી શકશો. ટેલિકોમ કંપનીઓએ ફોન કરનારનું નામ તેના નંબર સાથે બતાવવાનું શરૂ કરી દીધું છે. કંપનીઓએ મુંબઈ અને હરિયાણામાં તેનું ટ્રાયલ શરૂ કરી દીધું છે. સરકારે ટેલિકોમ કંપનીઓને 15 જુલાઈ સુધીમાં સમગ્ર દેશમાં તેને લાગુ કરવા સૂચના આપી છે.

આ પણ વાંચો: 20 લાખ મોબાઈલ નંબરને ફરીથી વેરિફાઈ કરવાના ટેલિકોમ ઓપરેટર્સને આદેશ, જાણો કેમ?

આ નામો જે કંપનીઓ તમને કોલ કરતી વખતે બતાવશે તે સિમ ખરીદતી વખતે ફોર્મ પર આપવામાં આવેલી માહિતી પર આધારિત હશે. ટેલિકોમ મંત્રાલયનું કહેવું છે કે આને કારણે સાયબર ફ્રોડને રોકવામાં ઘણી મદદ મળશે. Truecaller જેવી એપ પર, નામ ID આપવામાં આવેલી માહિતીના આધારે બતાવવામાં આવે છે. ટેલિકોમ કંપનીઓને ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા આમ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ પગલું મોદી સરકારના પ્રથમ 100 દિવસના એજન્ડામાં સામેલ છે.

આ પણ વાંચો: કેન્દ્રીય પ્રધાન બન્યા બાદ સિંધિયાને યાદ આવી કૉંગ્રેસ, કહ્યુ કે…

અગાઉ સરકારે ટ્રુકોલર જેવી સેવા શરૂ કરવાની યોજના બનાવી હતી, જે અંતર્ગત જ્યારે કોઇનો તમને ફોન આવે ત્યારે તમારી સ્ક્રીન પર ફોન કરનારનું નામ દેખાતું હતું. 2022 માં, ટેલિકોમ મંત્રાલયે એક કન્સલ્ટેશન પેપર બહાર પાડી આ સિસ્ટમને લાગુ કરવાની રીતો સૂચવવાની ભલામણ કરી હતી. રિલાયન્સ જિયો, વોડાફોન-આઈડિયા અને એરટેલ જેવા નેટવર્ક પ્રોવાઇડર સાથે ચર્ચા વિચારણા કરીને ઇનપૂટ મેળવ્યા બાદ તેમની ભલામણોને અંતિમ રૂપ આપવામાં આવ્યું હતું.
TRAI એ જણાવ્યું છે કે નેટવર્ક પ્રોવાઇડરોએ ગ્રાહક એપ્લિકેશન ફોર્મમાં ટેલિફોન ગ્રાહકો દ્વારા પ્રદાન કરવામાં આવેલ નામ ઓળખનો ઉપયોગ કરવાની જરૂર પડશે. તમામ સેવા પ્રદાતાઓએ ગ્રાહકોને આ સુવિધા પૂરી પાડવી પડશે. સિમ કાર્ડ ખરીદતી વખતે વપરાયેલ નામ કોલ કરતી વખતે અન્ય વ્યક્તિને દેખાશે. મોટી સંખ્યામાં કનેક્શન ધરાવતા ઉદ્યોગોને પણ TRAI સુવિધા આપશે. તેમને ગ્રાહક અરજી ફોર્મમાં દેખાતા નામને બદલે પસંદગીનું નામ બતાવવાનો વિકલ્પ પણ આપવામાં આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ