નેશનલ

દોસ્ત દોસ્ત ના રહા, આ પાર્ટી રાજ્યસભામાં ભાજપને સમર્થન નહીં આપે

ભુવનેશ્વર: ઓડિશાની વિધાનસભા ચૂંટણીમાં બીજુ જનતા દળ(BJD)ની હાર થતા નવીન પટનાયક પાસેથી મુખ્ય પ્રધાન પદ છીનવાઈ ગયું છે. હવે નવીન પટનાયક અને BJD ભૂતપૂર્વ સહયોગી ભારતીય જનતા પાર્ટી(BJP) વિરુધ વલણ અપનાવ્યું છે. નોંધનીય છે કે BJDએ મોદી સરકારના પ્રથમ બે કાર્યકાળમાં મહત્વના બિલો પસાર કરવામાં સમર્થન આપ્યું હતું, જ્યારે ભાજપ પાસે રાજ્યસભામાં સંખ્યાનો અભાવ હતો, હવે એવું લાગે છે કે BJDએ વલણ બદલ્યું છે, BJD પોતાને “મજબૂત અને ગતિશીલ” વિપક્ષ ગણાવી રહી છે.

સોમવારે ભુવનેશ્વરમાં નવીન પટનાયક સાથે નવ રાજ્યસભા સાંસદોએ મીટીંગ કર્યા બાદ પાર્ટીએ જણવ્યું કે “અમે તમામ મુદ્દાઓ પર કેન્દ્રને જવાબદાર બનાવીશું. બીજેડી સાંસદો રાજ્યના વિકાસ અને ઓડિશાના લોકોના કલ્યાણને લગતા તમામ મુદ્દાઓ ઉઠાવશે. ઘણી યોગ્ય માંગણીઓ પૂરી કરવામાં આવી નથી. અમે સંસદમાં ઓડિશાના 4.5 કરોડ લોકોનો અવાજ બનીશું…”

છેલ્લાં 10 વર્ષોમાં વિવિધ મુદ્દાઓ પર ભાજપને બહારથી સમર્થન આપ્યા પછી અને માર્ચમાં ગઠબંધનની વાટાઘાટોમાં ભંગાણ પછી BJDએ પોતાનું વલણ બદલ્યું છે.

તાજેતરમાં જ, બીજેડીના સમર્થનથી ભાજપને દિલ્હી સર્વિસ બિલને આગળ વધારવામાં મદદ મળી હતી, મોદી સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત ફગાવવા પર BJDએ સાથ આપ્યો હતો, અને ટ્રિપલ તલાક અને J&K પુનર્ગઠન બિલ જેવા કાયદાઓ માટે પણ સમર્થન આપ્યું હતું.

બીજેડીના નિવેદનમાં “ઓડીશાની યોગ્ય માંગણીઓ”નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેમાં ઓડિશા માટે વિશેષ દરજ્જાથી લઈને ગરીબો માટે આવાસ અને શિક્ષણ અને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઑફ મેડિકલ સાયન્સ જેવી પ્રીમિયર મેડિકલ સંસ્થાઓની સ્થાપનાનો સમાવેશ થાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button