ભારતનો બાંગ્લાદેશને સ્પષ્ટ જવાબ; વડાપ્રધાન મોદી અને મોહમ્મદ યુનુસ વચ્ચે બેઠક નહીં થાય

નવી દિલ્હી: બે ઓફ બંગાળ ઇનિશિયેટિવ ફોર મલ્ટી-સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન (BIMSTEC)નું શિખર સંમેલન થાઇલેન્ડના બેંગકોક યોજવાનું છે. આ ગ્રુપમાં બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને થાઇલેન્ડનો સમાવેશ થાય છે. આ સમિટ દરમિયન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના વચગાળાના સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ વચ્ચે બેઠક યોજાઈ તેવી શક્યતા હતી, પરંતુ હવે ભારતે દ્વિપક્ષીય બેઠક માટે ઇનકાર કર્યો છે
2-4 એપ્રિલે બેંગકોકમાં BIMSTEC દેશોની સમિટ યોજાવાની છે. મોદી અને યુનુસ આ સમિટમાં હાજરી આપવાના છે. બાંગ્લાદેશમાં હિંદુઓ સામે હિંસા મામલે દિલ્હી અને ઢાકા વચ્ચેના સંબંધો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે છે, એવામાં બાંગ્લાદેશની વચગાળાની સરકારના વિદેશ પ્રધાન તૌહીદ હુસૈને ગુરુવારે પુષ્ટિ કરી હતી કે ઢાકાએ સમિટ સાથે બંને નેતાઓની ઔપચારિક બેઠક માટે વિનંતી કરી છે. પરંતુ હવે ભરતે ઇનકાર કર્યા બાદ, આ સમિટ દરમિયાન બંને દેશોના નેતાઓની દ્વિપક્ષીય બેઠક નહીં યોજાઈ.
આ પણ વાંચો…ચીન પર હુમલાની ફાઈલ હવે ઈલોન મસ્કના હાથમાં? પેન્ટાગોનની મુલાકાત પણ લેશે…
અહેવાલ મુજબ એક અધિકારીએ જણાવ્યું કે, “ભારત અને બાંગ્લાદેશ વચ્ચે હાલમાં પરિસ્થિતિ સારી નથી. આવી સ્થિતિમાં, બંને દેશોના ટોચના નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોગ્ય નથી. આ બહુપક્ષીય કાર્યક્રમમાં બંને નેતાઓ એકબીજાને મળે અને શુભેચ્છા પાઠવી શકે છે, પરંતુ આ સિવાય, કોઈ દ્વિપક્ષીય બેઠક નહીં યોજાઈ.”
ભારતે તાજેતરમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતીઓ પરના હુમલાઓ, કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ અને ઉગ્રવાદીઓની જેલમાંથી મુક્તિ અંગે સરકાર દ્વારા લેવામાં આવી રહેલા પગલા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.