હેલ્મેટ નહીં પહેરો તો બાઈક-સ્કૂટર માટે પેટ્રોલ નહીં મળે, બે શહેરોમાં આજથી કડક નિયમનો અમલ…

ભોપાલ : મધ્ય પ્રદેશના બે શહેરોમાં રોડ સેફટીને પગલે જીલ્લા વહીવટીતંત્ર એકશન મોડમાં છે. જેમાં આજે 1 ઓગસ્ટ 2025થી ઇન્દોર અને ભોપાલના જીલ્લા કલેકટરે નવો નિયમ લાગુ કર્યો છે. જેમાં હવે હેલ્મેટ વિના ટુ વ્હીલર ચાલકોને પેટ્રોલપંપ પરથી પેટ્રોલ ભરી આપવામાં નહી આવે. આ અંગે વહીવટીતંત્રનું માનવું છે કે આ નિયમ લાગુ કરવાથી રોડ અકસ્માતની સંખ્યા અને મૃત્યુમાં ઘટાડો થઈ શકે છે. તેમજ લોકોમાં ટ્રાફિક અંગેની જાગૃતિ પણ વધશે.
ટ્રાફિક વ્યવસ્થા અને રોડ અકસ્માત મુદ્દે વિસ્તુત ચર્ચા
મધ્ય પ્રદેશના બે શહેરોમાં આ નિયમ લાગુ કરવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટની રોડ સેફટી સમિતિના અધ્યક્ષ અને નિવૃત ન્યાયાધીશ અભય મનોહર સપ્રે સાથે યોજાયેલી બેઠક બાદ લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં ઇન્દોરની ટ્રાફિક વ્ય્વસ્થા અને રોડ અકસ્માત મુદ્દે વિસ્તુત ચર્ચા કરવામાં આવી હતી. જેની બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
વાહન ચાલકોની સુરક્ષાને ધ્યાનના રાખીને આદેશ
બંને શહેરના કલેકટર દ્વારા આ અંગે વાહન ચાલકોની સુરક્ષાને ધ્યાનના રાખીને આ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ આદેશ લાગુ કરતા પૂર્વે બે દિવસ 30 અને 31 ઓગસ્ટના રોજ જનજાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું. કારણ કે લોકોએ આ નવા નિયમ અંગે માહિતી મળી શકે.
આ નિયમનો ભંગ કરનાર વિરુદ્ધ દંડનીય કાર્યવાહી
આ અંગે વહીવટીતંત્રએ જાહેર કરેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, હેલ્મેટ વિના પેટ્રોલપંપ પર આવનાર ટુ વ્હીલર ચાલકને પેટ્રોલ ભરી આપવામાં ના આવે. તેમજ જો કોઈ પેટ્રોલ પંપ સંચાલક આ નિયમનો ભંગ કરતા નજરે પડશે તો તેમની વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. તેમજ આ પ્રકારના નિયમથી શહેરમાં લોકોની હેલ્મેટ પહેરવાની સંખ્યામાં વધારો થશે અને રોડ સેફટી વધુ મજબુત બનાવી શકશે.
આ પણ વાંચો…રાજકોટવાસીએ હેલ્મેટ કાઢી રાખજો, આ તારીખથી શરૂ થશે મેગા ડ્રાઈવ…