પેટ્રોલમાં 20 ટકા ઈથોનોલ મિક્સ થશેઃ સુપ્રીમ કોર્ટે વિરોધ કરતી યાચિકા ફગાવી | મુંબઈ સમાચાર
નેશનલ

પેટ્રોલમાં 20 ટકા ઈથોનોલ મિક્સ થશેઃ સુપ્રીમ કોર્ટે વિરોધ કરતી યાચિકા ફગાવી

નવી દિલ્હીઃ પેટ્રોલમાં 20 ટકા ઈથોનોલ મિક્સ કરી વેચવાનો વિરોધ કરતી યાચિકા સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે, તેથી હવે ઈથોનોલ મિક્સ્ડ પેટ્રોલ વેચવાની છૂટ મળી ગઈ છે. (No Ethanol free petrol)અને દેશના વાહનચાલકોને ઈથોનોલ ફ્રી પેટ્રોલનો વિકલ્પ મળશે નહીં.

ઈથોનોલ મામલે વાહનચાલકોમાં નારાજગી છે અને એવી માગણી થઈ હતી કે જે ગ્રાહકોને ઈથોનોલ ફ્રી પેટ્રોલ જોઈતું હોય તેમની માટે તે પણ ઉપલબ્ધ હોવાનું જોઈએ. (No Ethanol free petrol)

આપણ વાંચો: ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલથી વાહનના એન્જીનને નુકશાન થાય છે? નીતિન ગડકરીએ આપ્યો આવો જવાબ

સુનાવણી સમયે અરજદારના વકીલે જણાવ્યું હતું કે નીતિ આયોગના 2021ના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે દેશમાં 2023 પહેલા બનેલા વાહનો માટે 20 ટકા ઈથોનોલવાળું પેટ્રોલ વાપરવા યોગ્ય નથી.

આને લીધે વાહનોનું માઈલેજ છ ટકા જેટલું ઓછું થાય છે. વકીલે એમ પણ કહ્યું કે ઈથોનોલવાળા પેટ્રોલનો વિરોધ નથી, માત્ર ઈથોનોલ વિનાના પેટ્રોલને વિકલ્પ પણ વાહનમાલિકોને મળવો જોઈએ, તેમ અરજદારો ઈચ્છે છે.

બીજી બાજુ સરકારનું કહેવાનું હતું કે ઈથોનોલનો વિરોધ એક મોટો લૉબી કરવા માગે છે અને આ અરજદાર તો માત્ર એક નામ છે. સરકારે નીતિઓ બનાવતા પહેલા દરેક પાસાને ચકાસ્યા છે.

આપણ વાંચો: રશિયા પાસેથી ચીન પણ પેટ્રોલિયમ ખરીદે છે, તો ભારત સામે જ પગલા કેમ? ટ્રમ્પે આપ્યો આવો જવાબ

ઈથોનોલનો 20 ટકા ઉપયોગ શેરડીના ખેડૂતો-વ્યાપારીઓ માટે ખૂબ નફાકારક છે. તેમણે એમ પણ કહ્યું કે દેશની બહાર બેસેલા લોકો એ નક્કી ન કરી શકે કે દેશમાં કેવું પેટ્રોલ મળશે.

ઈથોનોલનો મુદ્દો ઘણા સમયથી ગરમાયો છે. આવા પેટ્રોલથી વાહનોનું માઈલેજ ઘટે છે અને તેમાં ખરાબી પણ આવી શકે છે, તેમ અમુક અહેવાલોનું કહેવાનું છે જ્યારે બીજી બાજુ સરકારની દલીલ એવી છે કે ઈથોનોલનો વપરાશ વધશે તો શેરડીના ખેડૂતોન ફાયદો થશે.

આ સાથે વાહનોને નુકસાન થશે તેવી દલીલ સરકારે સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. હવે સુપ્રીમ કોર્ટે પણ સરકારના નિયમ પર મહોર મારી દીધી છે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button