ટોપ ન્યૂઝનેશનલ

રાજ્યસભાના સભાપતિ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવ્યો: જાણો વિપક્ષે શું કર્યા હતા છબરડા?

નવી દિલ્હી: ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ (Jagdeep Dhankhar)ને પદ પરથી હટાવવાની માગણી સાથે વિપક્ષે અવિશ્વાસ પ્રસ્તાવ (No confidence motion) દાખલ કર્યો હતો, જોકે આ પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવને ફગાવી દેતા કહેવામાં આવ્યું હતું કે પ્રસ્તાવ ધનખડની પ્રતિષ્ઠાને કલંકિત કરવા માટે બનાવવામાં આવ્યો છે, પ્રસ્તાવમાં ઘણી ખામીઓ જોવા મળી છે.

રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહે વિપક્ષની આ નોટિસને ફગાવી દીધી હતી. રાજ્યસભાના મહાસચિવ પીસી મોદીને સોંપવામાં આવેલા નિર્ણયમાં હરિવંશે સિંહે કહ્યું કે નોટિસ દેશની બંધારણીય સંસ્થાઓની ગરિમાને નુકશાન પહોંચાડવા અને વર્તમાન ઉપરાષ્ટ્રપતિ ધનખડની છબીને ખરડાવવા માટે તૈયાર કરવામાં આવી છે.

વિપક્ષી દળોએ સભાપતિ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવા માટે કલમ 67B હેઠળ નોટિસ આપી હતી.

સ્પેલિંગમાં ભૂલ:
રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ સિંહે કહ્યું કે નોટિસમાં ઘણી ખામીઓ છે. નોટિસને બેદરકારીપૂર્વક તૈયાર કરવામાં આવી છે. તેમાં અનેક પ્રકારની ભૂલો છે. ઉદાહરણ તરીકે, જે વ્યક્તિને નોટિસ લખવામાં આવી છે તેના નામનો ઉલ્લેખ નથી, સમગ્ર પિટિશનમાં ઉપરાષ્ટ્રપતિના નામનો સ્પેલિંગ પણ ખોટો છે અને તેની સાથે સંબંધિત દસ્તાવેજો પણ જોડવામાં આવ્યા નથી. તેમજ તેને કોઈપણ પ્રમાણિકતા વગર મીડિયા રિપોર્ટના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. ચિંતાજનક વાત એ છે કે આ નોટિસ ઉપરાષ્ટ્રપતિની છબી ખરાબ કરવાના ઈરાદાથી જ તૈયાર કરવામાં આવી છે.

હરિવંશ સિંહે વધુમાં કહ્યું કે આ નોટિસ યોગ્ય ફોર્મેટમાં પણ નથી. બંધારણના અનુચ્છેદ 90 (C) ની જોગવાઈઓ અનુસાર કોઈપણ પ્રસ્તાવ લાવતા પહેલા 14 દિવસની નોટિસ આપવી પડે છે. પરંતુ સંસદની કાર્યવાહી 20 ડિસેમ્બરે સમાપ્ત થઈ રહી છે. આવી સ્થિતિમાં વિપક્ષના નેતા અને અન્ય સાંસદો દ્વારા આપવામાં આવેલી નોટિસ સ્વીકાર્ય નથી. આ નોટિસ સંપૂર્ણપણે અયોગ્ય છે, ભૂલોથી ભરેલી છે અને ઉપરાષ્ટ્રપતિની છબી ખરાબ કરવા માટે ઉતાવળમાં રજુ કરવામાં આવી છે. આ કારણથી તેને પણ નકારી કાઢવામાં આવે છે.

આ પણ વાંચો…ધક્કામુક્કી કાંડ: લોકસભાના સ્પીકરે સંસદના કોઈ પણ ગેટની આસપાસ વિરોધ પ્રદર્શન કરવા મૂક્યો પ્રતિબંધ

વિપક્ષને શું વાંધો પડ્યો:
વિપક્ષે જગદીપ ધનખડ પર ગૃહમાં પક્ષપાતી વર્તનનો આરોપ લગાવ્યો હતો. આ નોટિસ પર વિપક્ષના 60 સાંસદોએ હસ્તાક્ષર કર્યા હતા. આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ, શિવસેના (UBT), નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર), ઝારખંડ મુક્તિ મોરચા, DMK સહિતના વિરોધ પક્ષોના સાંસદોએ આ પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button