નેશનલ

કેજરીવાલનો દાખલો આપ્યો છતાં હેમંત સોરેનને સુપ્રીમ કોર્ટે જામીન ના આપ્યા


નવી દિલ્હી: કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જેલમાં બંધ ઝારખંડના પૂર્વ મુખ્યપ્રધાન હેમંત સોરેન(Hemant Soren)ની જામીન અરજી પર આજે સુપ્રીમ કોર્ટ(Supreme Court)માં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે હાલમાં હેમંત સોરેનને વચગાળાના જામીન આપવાનો ઈન્કાર કરી દીધો. હેમંત સોરેન તરફથી હાજર થયેલા વકીલ કપિલ સિબ્બલે બેંચ ઘણી દલીલો કરી હતી અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને મળેલા વચગાળાના જામીનનું ઉદાહરણ પણ આપ્યું, પરંતુ કોર્ટે તેમની દલીલ માન્ય રાખી ન હતી.

જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પ્રચાર માટે હેમંત સોરેનને વચગાળાના જામીન આપવાનો ઈન્કાર કરી દીધો છે. કોર્ટે સોરેનની અરજી પર નોટિસ જાહિર કરી હતી. સુપ્રીમ કોર્ટ આ મામલામાં આગામી સુનાવણી 17 મેના રોજ કરશે.

કેજરીવાલને જામીન મળવાના આધારે સોરેને વચગાળાના જામીન માંગ્યા હતા. હેમંત સોરેન તરફથી હાજર રહેલા કપિલ સિબ્બલે કહ્યું કે આ અરજી પર જલ્દી સુનાવણી થવી જોઈએ નહીંતર ત્યાં સુધીમાં ચૂંટણી પૂરી થઈ ગઈ હશે.

જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ સામે ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હેમંત સોરેનની અરજી પર સુપ્રીમ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને 17 મે સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે.
હેમંત સોરેને ઝારખંડ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટ સમક્ષ એવી માંગ કરવામાં આવી છે કે તેમની ધરપકડને પડકારતી અરજી પર સુનાવણી થાય ત્યાં સુધી હેમંત સોરેનને ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન આપવામાં આવે.

આ પણ વાંચો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button