Video: નીતિશ રેડ્ડી ઘૂંટણિયે બેસી તિરુપતિ મંદિરની સીડીઓ ચઢી ! યુઝર્સે કહ્યું આવા દેખાવ કરવાની જરૂર નથી…
તિરુમાલા: ઓસ્ટ્રેલીયા સામે નિરાશાજનક પ્રદર્શન બાદ હવે ટીમ ઇન્ડિયા હવે ઘરઆંગણે ઇંગ્લેન્ડ સામે વચ્ચે પાંચ મેચની T20I સિરીઝ અને ત્રણ મેચની ODI સિરીઝ (IND vs AUS) રમશે. આ બંને સિરીઝમાં ભારતીય ટીમ દમદાર પ્રદર્શન કરશે એવી ચાહકોને આશા છે. BCCI એ T20 શ્રેણી માટે ટીમની જાહેરાત કરી છે, ટીમમાં 21 વર્ષીય યુવા ખેલાડી નીતિશ કુમાર રેડ્ડીને પણ સમેલ કરવામાં આવ્યો છે. એ પહેલા નીતિશ આંધ્ર પ્રદેશના તિરુપતિ મંદિર આશીર્વાદ લેવા (Nitish Kumar Reddy at Tirupati temple) માટે પહોંચ્યો છે.
આ પણ વાંચો : દિલ્હી એરપોર્ટ પર Team India ના સ્ટાર બેટ્સમેન સાથે ગેરવર્તન, છૂટી ગઈ ફ્લાઇટ
ઘૂંટણિયે બેસીને સીડીઓ ચઢ્યો:
ભારતીય ક્રિકેટ ટીમના પ્રતિભાશાળી ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. જેમાં નીતીશ તિરુપતિ મંદિરની સીડીઓ ઘૂંટણિયે બેસીને ચડતો જોવા મળે છે અને ભગવાન વેંકટેશ્વરના આશીર્વાદ લીધા.
તિરુપતિ મંદિર પહોંચવા 12 કિલોમીટરના અંતરમાં કુલ 3550 પગથીયાઓ છે.
યુઝર્સના રીએક્શન:
એક યુઝરે X પર પોસ્ટ કરવામાં આવેલા વિડીયો પર કમેન્ટ કરી કે અરે, તેને ઘૂંટણમાં ઈજા થઈ શકે છે.
અક્ષય શાહ નામના યુઝરે લખ્યું કે તેને પહેલેથી કમરની તકલીફ છે, આવા ઝૂમલા કેમ કરે છે અને તેના ઘૂંટણને તકલીફ કેમ આપે છે? તેને મેદાન પર વધુ સમય વિતાવવાની અને તેના સ્વાસ્થ્યનું સારી રીતે ધ્યાન રાખવાની જરૂર છે. આ બધું તેના શરીરને નુકસાન પહોંચાડી શકે છે.
એક યુઝરે લખ્યું કે તેના ઘૂંટણ અંગે ચિંતા કરવાની જરૂર નથી. એ બધા જ પગથીયા ઘૂંટણના સહારે નહીં ચડ્યો હોય. મનોકામના પૂરી કરવા બદલ ભગવાન પ્રત્યે કૃતજ્ઞતાના દર્શાવવા લોકો તિરુમાલાના થોડાક જ પગથિયાં આ રીતે ચડે છે.
ઓસ્ટ્રેલીયા સામે સારું પ્રદર્શન:
નીતિશ કુમાર રેડ્ડી ઓસ્ટ્રેલીયા સામેની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25માં સૌથી વધુ રન બનાવવાની બાબતે ચોથા ક્રમે રહ્યો. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર તેણે 9 ઇનિંગ્સમાં 37.25 ની એવરેજથી 298 રન બનાવ્યા. મેલબોર્ન ટેસ્ટમાં નીતિશે પોતાના કરિયરની પહેલી સદી ફટકારી હતી. મેલબોર્ન ટેસ્ટની પહેલી ઇનિંગમાં, નીતિશે 189 બોલમાં 60.31 ના સ્ટ્રાઇક રેટથી 114 રન બનાવ્યા. જેમાં 11 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : મુંબઈની ટીનેજરના અણનમ 346 રન, હરીફ ટીમ 19 રનમાં ઑલઆઉટ!
ઇંગ્લેન્ડ સામેની T20 માટે ભારતીય ટીમ:
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ (ઉપ-કેપ્ટન) , રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી, વોશિંગ્ટન સુંદર.