Nitish Kumar ની જીભ ફરી લપસી, પીએમ મોદી અંગે કહી આ વાત
પટનાઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની(Nitish Kumar) જીભ ફરી લપસી હતી. જેમાં તેમણે એનડીએના ઉમેદવારના ચૂંટણી પ્રચારમાં ભાષણ આપતી વખતે નરેન્દ્ર મોદીને(Narendra Modi) દેશના મુખ્યમંત્રી બનાવવાની અપીલ કરી. પછી જ્યારે તેમના સમજાયું ત્યારે તેમણે નરેન્દ્ર મોદીને ફરીથી મુખ્ય પ્રધાન નહીં પરંતુ વડા પ્રધાન બનાવવા જોઈએ તેમ કહીને વાત વાળી લીધી હતી.
નરેન્દ્ર મોદી ફરીથી મુખ્યમંત્રી બનાવા જોઈએ
નીતિશ કુમાર પટના સાહિબ લોકસભા બેઠકના દનિયાવાનમાં એનડીએ ઉમેદવાર રવિશંકર પ્રસાદના ચૂંટણી પ્રચારમાં ભાષણ આપી રહ્યા હતા. તેમણે કહ્યું- ‘NDA બિહારની તમામ 40 બેઠકો જીતે.. NDA સમગ્ર દેશમાં 400 બેઠકો જીતે અને નરેન્દ્ર મોદી ફરીથી મુખ્યમંત્રી બને, દેશનો વિકાસ થાય.. બિહારનો વિકાસ થાય..’ આ સાંભળીને અંગરક્ષકોએ CMના કાનમાં કહ્યું કે નરેન્દ્ર મોદી વડા પ્રધાન છે મુખ્ય પ્રધાન નહીં, તો નીતિશ કુમારે તેમના નિવેદનને સુધારી અને કહ્યું- તેઓ વડા પ્રધાન છે, તેમને ફરીથી વડા પ્રધાન બનાવવા પડશે.
4 હજાર નહીં, 400 બેઠકો જોઈએ છે.
આ પૂર્વે બિહારના નવાદામાં એક જનસભામાં તેમણે NDAને દેશભરમાં 4 હજાર સીટો જીતવાની અપીલ કરી હતી. પાછળથી, જ્યારે તેમને ખબર પડી કે તેઓ ખોટું બોલ્યા છે, ત્યારે તેમણે નિવેદનને સુધારી અને કહ્યું… ભૂલથી, મેં કહ્યું કે મારે 4 હજાર નહીં, 400 બેઠકો જોઈએ છે.
નીતિશના શબ્દો સાચા ઠરશે : આરજેડી
જ્યારે આરજેડીએ નીતિશ કુમારે જે કહ્યું તે સાચું કહ્યું છે. આરજેડીના પ્રવક્તા મૃત્યુંજય તિવારીએ કહ્યું કે નીતીશ કુમારના મોંમાંથી સાચી વાત નીકળી હતી જે તેઓ નિયમિતપણે કહેતા હતા કે 2014ના લોકો 2024માં નહીં આવે. આજે તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી હવે ગુજરાતના મુખ્યમંત્રી બનશે.
નીતિશ કુમારે કહ્યું કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં બને. તેમની પાસે આટલો લાંબો રાજકીય અનુભવ છે.. તેઓ ભાજપ સાથે ગયા હોવા છતાં કેન્દ્રમાં ભાજપની સરકાર નહીં બને તેની તેમને ચિંતા છે. નીતીશ કુમારે જે કહ્યું છે તે સાચું હશે.