નેશનલ

બિહારમાં નીતીશકુમારનો ડંકો: વિશ્વાસનો મત જીત્યા

વિશ્વાસના મત અગાઉનો વિશ્વાસ:
પટણામાં 12 ફેબ્રુઆરીએ વિધાનસભામાં તેમના વડપણ હેઠળની સરકારની બહુમતી પુરવાર કરવા ફ્લોર ટૅસ્ટ માટે જતા અગાઉ બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમારે પ્રસારમાધ્યમનું અભિવાદન કર્યું હતું.

(એજન્સી)

પટણા: બિહારમાં મહાગઠબંધનના સભ્યોના વૉકઆઉટ વચ્ચે નવી જ રચવામાં આવેલી એનડીએ સરકારે 12મી ફેબ્રુઆરીએ રાજ્ય વિધાનસભામાં વિશ્વાસનો મત જીત્યો હતો.
243 સભ્યની વિધાનસભામાં 129 સભ્યએ વિશ્વાસની ઝુંબેશની તરફેણમાં મત આપ્યો હતો.
મતદાન કરવામાં આવ્યું ત્યારે નાયબ સ્પિકર મહેશ્વર હઝારી અધ્યક્ષની ખુરશીમાં હતા.
ધ્વનિમતથી વિશ્વાસના મતને મંજૂરી આપ્યા બાદ હઝારીએ મતદાતાઓની ગણતરી કરવાનો આદેશ આપ્યો હતો.
રાજ્યના સંસદીય બાબતોના પ્રધાન વિજયકુમાર ચૌધરીની વિનંતીને પગલે આ આદેશ આપવામાં આવ્યો હતો.
મુખ્ય પ્રધાન નીતીશકુમારે રાજ્યના સંસદીય બાબતોના પ્રધાન વિજયકુમાર ચૌધરીની વિનંતીને સમર્થન આપ્યું હતું.
તાજેતરમાં જ નીતીશકુમારે રાજદ જેનો ચાવીરૂપ હિસ્સો હતો તે મહાગઠબંધન સાથે છેડો ફાડ્યો હતો અને ભાજપના ટેકાની મદદથી સરકાર રચવા એનડીએમાં પાછા ફર્યા હતા.
અગાઉ વિશ્વાસના મત અંગેની ચર્ચામાં ભાગ લેતાં જેડી (યુ)ના વડાએ આક્ષેપ કર્યો હતો કે રાજ્યમાં પક્ષના શાસનકાળ દરમિયાન રાજદ ભ્રષ્ટાચારની પ્રવૃત્તિઓમાં રચ્યોપચ્યો રહ્યો હતો એમ જણાતાં નીતીશકુમારે કહ્યું હતું કે નવી રચાયેલી એનડીએ સરકાર એ મામલે તપાસ કરશે.
નીતીશકુમારે દાવો કર્યો હતો કે રાજદના કાર્યકાળ દરમિયાન બિહારમાં અનેક કોમી રમખાણ થયા હતા. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એકદમ કથળેલી હતી. વર્ષ 2005 અગાઉ રાજદ ભ્રષ્ટાચારમાં ખૂંપેલો હતો અને એ મામલે અમે તપાસ કરાવીશું, એમ તેમણે કહ્યું હતું. વિધાનસભામાં બોલતાં રાજદના નેતા તેજસ્વી યાદવે કહ્યું હતું કે મેં હંમેશાં નીતીશકુમારને પિતા તૂલ્ય માન્યા છે. કઈ બાબતે નીતીશકુમારને રાજદ સાથે
છેડો ફાડીને એનડીએ સાથે જોડાવાની ફરજ પાડી હતી એ અંગે તેણે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
મેં નીતીશકુમારને હંમેશાં દશરથ (રામાયણના પાત્ર) માન્યા હતા. મને ખબર નથી કઈ બાબતે તેમને મહાગઠબંધન સાથે છેડો ફાડવાની ફરજ પાડી, એમ બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાને કહ્યું હતું. (એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress