નેશનલ

Narendra Modiના ચરણસ્પર્શ કર્યા નીતીશ કુમારે, Video Viral

Narendra Modiના ચરણસ્પર્શ કર્યા નીતીશ કુમારે, Video Viral અને નીતીશ કુમારની એ વાત પર મોદી ખડખડાટ હસી પડ્યા

નવી દિલ્હીઃ બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે (Bihar CM Nitish Kumar) આજે સંસદીય દળની બેઠકને સંબોધિત કરતી વખતે કહ્યું હતું કે જનતા દળ (યુનાઈડેટ) દ્વારા સંપૂર્ણ બહુમતીથી નરેન્દ્ર મોદીને સમર્થન આપી રહી છે. નીતીશ કુમાર ભાષણ આપ્યા પછી મંચ પર પાછા ફરતી વખતે મોદીના ચરણસ્પર્શ કરવાની પણ કોશિશ કરી હતી. આમ છતાં પીએમ મોદીએ નીતીશ કુમારનો હાથ પકડી લીધો હતો અને આ બનાવનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થયો હતો.

https://twitter.com/MrSinha_/status/1798977992657612841

એનડીએની સંસદીય બળની બેઠકમાં બિહારના મુખ્ય પ્રધાન અને જેડે (યુનાઈટેડ)ના પ્રમુખ નીતીશ કુમારે નરેન્દ્ર મોદીને લોકસભાના નેતા, ભાજપ-એનડીએની સંસદીય દળના નેતા તરીકેના પ્રસ્તાવને સમર્થન આપતું જોરદાર ભાષણ આપ્યું હતું.
નીતીશ કુમારે કહ્યું હકે અમારી પાર્ટી જેડે યુ મોદીને વડા પ્રધાનપદે સમર્થન આપે છે. તેમણે દેશની સેવા કરી છે અને અમે પૂરા કાર્યકાળમાં તેમની સાથે રહીશું. ભાષણમાં નીતીશ કુમાર એક વાર નહીં, પરંતુ ચાર વખત કહ્યું કે હમ સાથ સાથ હૈ. નીતીશ કુમારે તેમના ભાષણમાં કહ્યું કે ઈધર-ઉધર જો થોડા બહુત જીત ગયે હૈ ન, અગલી બાર આઈયેગા તો ઉ સબ હાર જાએંગા.

નીતીશ કુમારની આ વાતને લઈ મોદી ખડખડાટ હસી પડ્યા હતા, જ્યારે એની પણ તસવીરો પણ વાઈરલ થઈ હતી. નીતીશ કુમારે આગળ એવું પણ કહ્યું હતું કે આગામી વખતે પણ એનડીએ પણ જીતી જશે.

આગામી વર્ષોમાં વિપક્ષને પણ કોઈ અવકાશ રહેશે નહીં. નીતીશ કુમારે દેશ અને બિહારને વિકાસના માર્ગે આગળ વધારવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો અને વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યુ હતું કે પીએમ મોદી જે રીતે ઈચ્છશે એ રીતે અમે તેમને સમર્થન આપીશું અને તેમની સાથે રહીશું. નીતીશ કુમારે પીએમ મોદી ઝડપી કામકાજ શરુ કરવાનો આગ્રહ કર્યો હતો તેમ જ શપથગ્રહણ માટે રવિવારની શું જરુર છે આજે જ શપથગ્રહણ કરવાનો અનુરોધ પણ કર્યો હતો.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button