નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2024ની (Loksabha Election Result 2024) મત ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. ભાજપે(BJP)242 લોકસભા સીટો જીતી છે. પરંતુ એનડીએને(NDA)292 બેઠક સાથે પૂર્ણ બહુમતી મળી છે. ત્યારે ફરી એક વાર સરકાર રચના માટે કવાયત હાથ ધરવામાં આવી રહી છે. જેના પગલે આજે દિલ્હીમાં એનડીએની(NDA)સાંજે 4.30 વાગે બેઠક યોજાવવાની છે. જેમાં બિહારના મુખ્યમંત્રી અને જેડીયુ પ્રમુખ નીતિશ કુમાર(Nitish Kumar)બેઠકમાં ભાગ લેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સાથે વાત કરી
ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સાથે વાત કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમને ફોન કરીને આ બેઠક અંગે જાણકારી આપી હતી. એલજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાન અને એચએએમના રાષ્ટ્રીય અધ્યક્ષ જીતન રામ માંઝી પણ બેઠકમાં હાજરી આપશે.
આ પહેલા મુખ્યમંત્રી નીતીશ કુમાર દિવસભર તેમના નિવાસ સ્થાને રહ્યા હતા. આ દરમિયાન તેમણે નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી, જળ સંસાધન મંત્રી વિજય ચૌધરી અને સાંસદ સંજય ઝા સાથે ચૂંટણી પરિણામો અંગે ચર્ચા કરી. આઠ-નવ બેઠકો પર હાર કેવી રીતે થઈ તેની પણ ચર્ચા થઈ.
Read More: Election Result: લોકોએ કોઇને બહુમત આપ્યો નથી, જનાદેશ મોદી વિરુદ્ધઃ ખડગે
મુખ્યમંત્રીએ કેટલાક સાથીદારો સાથે ફોન પર વાત કરી હતી. સોમવારે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ મુખ્યમંત્રી પટના પરત ફર્યા હતા. પટના પરત ફરતા પહેલા તેમણે સાંજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાત પણ કરી હતી.
એનડીએને 30 અને ઇન્ડી ગઠબંધનને 9 બેઠક મળી
બિહારમાં એનડીએને 30 અને ઇન્ડી ગઠબંધનને 9 બેઠક મળી હતી, જ્યારે પૂર્ણિયામાં અપક્ષ પપ્પુ યાદવે બાકીની એક સીટ જીતી હતી. NDAમાં JDUને 12, BJPને 12, LJP (R) ને 5 અને HAMને એક સીટ મળી છે. જ્યારે ઇન્ડી ગઠબંધનમાં આરજેડીને 4, કોંગ્રેસને 3 અને સીપીઆઈ (એમએલ)ને 2 બેઠકો મળી છે.
આ વખતે બિહારમાં એનડીએને 9 બેઠકો ગુમાવવી પડી છે. ગત ચૂંટણીમાં તેના ખાતામાં 39 બેઠકો આવી હતી. જેડીયુને ચાર અને ભાજપને પાંચ બેઠકોનો આંચકો લાગ્યો છે. જેડીયુને કિશનગંજ, કટિહાર, પૂર્ણિયા અને જહાનાબાદમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે પાટલીપુત્ર, અરાહ, બક્સર, ઔરંગાબાદ અને સાસારામમાં ભાજપનો પરાજય થયો છે. એલજેપી (આર) એ તેની તમામ પાંચ બેઠકો જીતી લીધી.
ઇન્ડી ગઠબંધનને આઠ બેઠકોનો ફાયદો
અહીં ઇન્ડી ગઠબંધનને આઠ બેઠકોનો ફાયદો થયો છે. જેમાં આરજેડીને ચાર બેઠકો, કોંગ્રેસને બે બેઠકો અને સીપીઆઈ (એમએલ)ને બે બેઠકોનો લાભ સામેલ છે. ગત વખતે કોંગ્રેસને માત્ર કિશનગંજ બેઠક મળી હતી. જ્યારે આરજેડી અને સીપીઆઈ (એમએલ) ના ખાતામાં એક પણ સીટ નથી.
Read More: ‘N’ Factor: PM Narendra Modiને Nitish Kumar And Chandrababau Naidu નડશે કે તારશે?
ચૂંટણી જીતનારા અગ્રણીઓમાં ગિરિરાજ સિંહ, નિત્યાનંદ રાય, ચિરાગ પાસવાન, લાલન સિંહ, મીસા ભારતી, રાધા મોહન સિંહ, તારિક અનવરનો સમાવેશ થાય છે. જ્યારે હારનારાઓમાં આરકે સિંહ, ઉપેન્દ્ર કુશવાહા, રોહિણી આચાર્ય, રામકૃપાલ યાદવ, પવન સિંહનો પણ સમાવેશ થાય છે.