24 કલાકમાં નીતીશના રાજીનામાની શકયાતા, સુશિલ મોદી થઈ શકે નાયબ મુખ્ય પ્રધાન: સૂત્રો
આ કડકડતી ઠંડીમાં પણ બિહારમાં રાજકારણની ગરમીનો પારો ખૂબ ઊંચે છે. જેને લઈને લાલુ આણી મંડળીને પરસેવો કરાવી દીધો છે. સૂત્રો તરફથી સમચાર મળી રહ્યા છે કે નીતીશ કુમાર અને BJP વચ્ચે હાલ બધુ જ ફિક્સ થઈ ગયું છે અને રવિવારે નીતીશ કુમાર ફરી એકવાર BJP સાથે સરકાર બનાવી શકે છે. જેને લઈને આગામી 28 તારીખે એટ્લે કે બે દિવસ પછી નીતીશ કુમાર ફરીથી મુખ્યપ્રધાન પદના શપથ લઈ શકે છે.
સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે 24 કલાકમાં નીતીશ કુમાર 24 કલાકની અંદર પોતાના મુખ્યપ્રધાનના પદ પરથી રાજીનામું આપી શકે છે અને ભાજપ સાથે મળીને પોતાની નવી સરકાર બનાવી શકે છે. આ ઘટનાક્રમમાં માહિતી મળી રહી છે કે નવી સરકારમાં નાયબ મુખ્ય મંત્રી તરીકે સુશીલકુમાર મોદીનો ચહેરો સામે આવી શકે છે.
આ હાઇ વૉલ્ટેજ પોલિટિકલ ડ્રામા વચ્ચે પટણા અને દિલ્હીમાં મોટા માથાઓ વચ્ચે વિવિધ બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ભાજપના દરેક ધારાસભ્યોને આજે પટણામાં હજાર રહેવાનુ કહી દેવામાં આવ્યું છે. ભાજપ હાઈકમાન્ડ સાંજે 4 વાગે ભાજપના સહયોગી પક્ષો સાથે બેઠક કરશે તેવા અહેવાલ છે. લાલુ યાદવ પોતાના નજીકના નેતાઓ સાથે પણ બેઠક કરી શકે છે.
આજે ગણતંત્ર દિવસના અવસરે પટનામાં આયોજિત કાર્યક્રમ દરમિયાન બિહાર સરકારની આંતરિક ખેંચતાણની ઝલક પણ જોવા મળી હતી. આ કાર્યક્રમ દરમિયાન CM નીતીશ કુમાર અને નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ એકબીજાથી અંતર રાખતા જોવા મળ્યા હતા. કાર્યક્રમની જે તસવીર સામે આવી છે તેમાં બંને નેતાઓ એકબીજાથી દૂર બેઠેલા જોવા મળ્યા હતા. જ્યારે CM નીતીશ કુમારની એક ખુરશી ખાલી હતી.