Bihar: ‘બેઉ બળિયા…’ જ્યારે નીતીશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવ અચાનક આવી ગયા સામ-સામે, જુઓ Video
પટણા: Lalu meet Nitish: નીતીશ કુમારનું (CM Nitish Kumar) મહાગઠબંધન સાથે છેડો ફાડીને NDAમાં ભળી જવું એ બિહારની તાજેતરની સૌથી મોટી અને ચર્ચાસ્પદ ઘટના રહી છે. તેમાં પણ વિશ્વાસ મતના દિવસે તેજસ્વી યાદવે કરેલા નીતીશ પર આકરા પ્રહારની પણ ખૂબ ચર્ચાઓ થઈ. તો આવમાં તમે વિચારો કે, જ્યારે RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ (Lalu Prasad Yadav) અચાનક નીતીશ બાબુ સામે આવી જાય તો કેવું દ્રશ્ય સર્જાય? આજે ગુરુવારે પણ કઈક આવું જ થયું! નીતીશ કુમાર NDAમાં જોડાયા બાદ આજે પ્રથમ વાર લાલુનો ભેટો થઈ ગયો હતો .
આજે બિહાર વિધાનસભામાં રાજ્યસભા ચૂંટણી માટે RJD ઉમેદવારો નામાંકન ભરવાની પ્રક્રિયાને લઈને હજાર હતા. આ દરમિયાન, જ્યારે લાલુ પ્રસાદ વિધાનસભાના પોર્ટિકો પર પહોંચ્યા, તે જ સમયે નીતિશ કુમાર ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન બંને નેતાઓ પ્રવેશદ્વાર પર જ મળ્યા હતા. લાલુ પ્રસાદને જોઈને નીતીશ કુમાર પહેલા પોતાની પરિચિત શૈલીમાં હસ્યા અને પછી નજીક જઈને લાલુ પ્રસાદને મળ્યા.
પરંતુ જેવુ આપણે ધારીએ છીએ તેવું કોઈ જ દ્રશ્ય જોવા મળ્યું ન હતું. બંને નેતાઓ સ્વસ્થ ખુશાલ લાગીઓ સાથે જોવા મળ્યા હતા. બંને નેતાઓએ સામ સામે સ્મિતની આપ-લે કરી હતી અને એક બીજાને શુભચ્છાઓ પાઠવી અને અને નીતીશ કુમારે હાથ જોડીને રબડી દેવીને પ્રણામ પણ કર્યા હતા. નીતીશ કુમારને મળ્યા બાદ લાલુ પ્રસાદ તેમના બે પુત્રો તેજસ્વી યાદવ, તેજ પ્રતાપ યાદવ અને રાબડી દેવી સાથે નોમિનેશન રૂમમાં પ્રવેશ્યા હતા.
આ પહેલા રાબડી દેવી અને લાલુ પ્રસાદ યાદવે બિહાર વિધાનસભાના નવા ચૂંટાયેલા સ્પીકર નંદ કિશોર યાદવને પણ અભિનંદન પાઠવ્યા હતા. ઉલ્લેખનીય છે કે નીતીશ કુમારના મહાગઠબંધનથી અલગ થયા પછી, RJD નેતાઓની બોડી લેંગ્વેજ એકદમ સરળ છે અને તેઓ નીતિશ કુમાર પ્રત્યે આક્રમક વલણ અપનાવવાનું પણ ટાળી રહ્યા છે. બંને નેતાઓ વચ્ચેની મુલાકાત દરમિયાન ભારે સૂત્રોચ્ચાર થયા હતા.