
પટના : સંસદના બંને ગૃહોમાં વકફ સુધારા બિલની મંજૂરી બાદ દેશમા અનેક સ્થળોએ સંગઠનો કે રાજકીય પક્ષો વિરોધ કરી રહ્યા છે. જેમાં બિહારમા નીતિશ કુમારની જેડીયુમાં નેતાઓના રાજીનામા પડવા માંડ્યા છે. સંસદમા વકફ બિલના સમર્થન જેડીયુના સાંસદોએ મતદાન કરતા શુક્રવારે પાંચ નેતાઓએ પાર્ટી છોડી હતી ત્યારે આજે વધુ 20 મુસ્લિમ પદાધિકારીઓએ પણ પક્ષ છોડવાની જાહેરાત કરી છે.
થોડા મહિના બાદ વિધાનસભાની ચૂંટણીઓ
આ નેતાઓમાં નદીમ અખ્તર, રાજુ નય્યર, તબરેઝ સિદ્દીકી અલીગઢ, મોહમ્મદ શાહનવાઝ મલિક અને મોહમ્મદ કાસિમ અંસારીનો સમાવેશ થાય છે.બિહારમાં થોડા મહિના બાદ વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. ત્યારે આ પાર્ટી માટે ચિંતાનો વિષય છે. જેડીયુના કાર્યકરોમાં અસંતોષ વધી રહ્યો છે. ભવિષ્યમાં પક્ષને તેનું પરિણામ ભોગવવું પડી શકે તેમ છે.
કાળો કાયદો ગણાવ્યો હતો
જ્યારે રાજીનામા આપનાર નેતાઓએ જેડીયુ પર આક્ષેપ કર્યા છે. જેમાં રાજુ નાયરે પોતાના રાજીનામા પત્રમાં કહ્યું હતું કે વક્ફ સુધારા બિલને જેડીયુના સમર્થનથી તેમને ખૂબ દુઃખ થયું છે અને તેમણે તેને મુસ્લિમો પર અત્યાચાર કરતો કાળો કાયદો ગણાવ્યો હતો. તેમણે કહ્યું, વક્ફ સુધારા બિલ લોકસભામાં પસાર થયા પછી અને સમર્થન મળ્યા પછી, હું જેડીયુમાથી રાજીનામું આપી રહ્યો છું અને પાર્ટીની બધી જવાબદારીઓમાંથી મુક્ત થવા વિનંતી કરી.
પાર્ટીના સમર્થનથી મુસ્લિમોનો વિશ્વાસ તૂટી ગયો
શુક્રવારે જેડીયુના વડા અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને સંબોધિત પોતાના રાજીનામા પત્રમાં તબરેઝ હસને કહ્યું હતું કે વક્ફ સુધારા બિલને પાર્ટીના સમર્થનથી મુસ્લિમોનો વિશ્વાસ તૂટી ગયો છે જેઓ માનતા હતા કે તે ધર્મનિરપેક્ષ મૂલ્યોનું સમર્થન કરે છે. મને આશા હતી કે તમે તમારી બિનસાંપ્રદાયિક છબી જાળવી રાખશો. પરંતુ તેના બદલે તમે એવા લોકોનો પક્ષ લીધો જેમણે સતત મુસ્લિમોના હિતોની વિરુદ્ધ કામ કર્યું છે. તબરેઝ એક પત્રમાં લખ્યું ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે ભાજપના સાથી પક્ષો અને સાંસદો સહિત તમામ ધર્મનિરપેક્ષ રાજકીય પક્ષોને વક્ફ સુધારા બિલને નકારી કાઢવા હાકલ કરી હતી
આપણ વાંચો: વકફ બિલનો વિરોધ: મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે રાષ્ટ્રપતિને મળવાનો માગ્યો સમય…