
પટના : બિહારમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજકારણ તેજ થયુ છે. જેમાં બિહારના મુખ્ય મંત્રી નીતિશ કુમારે મોટી જાહેરાત કરી છે. સીએમ નીતિશ કુમારે કહ્યું છે કે સામાજિક સુરક્ષા પેન્શન યોજના હેઠળ વિધવા મહિલાઓ, વૃદ્ધો અને અપંગ લોકોને હવે દર મહિને 400 રૂપિયાને બદલે 1100 રૂપિયા પેન્શન મળશે. જે જુલાઈ મહિનાથી બધા લાભાર્થીઓને વધેલા દરે પેન્શન મળશે.
વિધવા મહિલાઓ અને વૃદ્ધોના પેન્શનમાં વધારો
આ માહિતી તેમણે એક્સ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. તેમણે કહ્યું કે મને જણાવતા આનંદ થાય છે કે સામાજિક સુરક્ષા પેન્શન યોજના હેઠળ, વિધવા મહિલાઓ, વૃદ્ધો અને અપંગ લોકોને હવે દર મહિને 400 રૂપિયાને બદલે 1100 રૂપિયા પેન્શન મળશે. જુલાઈ મહિનાથી બધા લાભાર્થીઓને વધેલા દરે પેન્શન મળશે. તેમજ આ રકમ મહિનાની 10 તારીખે બધા લાભાર્થીઓના ખાતામાં પહોંચશે. આનાથી 1,09,69,255 લાભાર્થીઓને મદદ મળશે.
બિહાર વિધાનસભા ચૂંટણી પૂર્વે પેન્શનની રકમમાં વધારો
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા સીએમ નીતિશની આ જાહેરાત ચૂંટણીમાં સરકાર માટે ખૂબ અસરકારક સાબિત થશે. કારણ કે વિપક્ષ ઘણીવાર સામાન્ય લોકોના મુદ્દાને ઉઠાવીને આ યોજનાઓ અંગે સરકાર પર હુમલો કરતો હતો. હવે સરકારે સામાજિક સુરક્ષા પેન્શન યોજના હેઠળ રકમ બમણી કરતા વધારે કરી દીધી છે.
આપણ વાંચો : પંજા અને આરજેડીએ બિહારના ‘આત્મસન્માન’ને ઠેસ પહોંચાડીઃ PM મોદીએ બિહારમાં વિપક્ષોની કાઢી ઝાટકણી…