Nitin Gadkari Interview: ગડકરી ભાજપથી નારાજ! જાણો શું છે કોંગ્રેસે વાયરલ કરેલા વિડીયોની હકીકત

નવી દિલ્હી: ગઈ કાલે કોંગ્રેસે કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરી(Nitin Gadkari) એ એક યુટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યુંનો એક ભાગ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જેમાં તેઓ ભારતમાં ગરીબો, ખેડૂતો, શ્રમિકો અને આદિવાસીઓ દુઃખી હોવાનું કહી રહ્યા છે. આ વિડીયો વાયરલ થયા બાદ નીતિન ગડકરી અને ભાજપ વચ્ચે અણબનાવ હોવાની ચર્ચા શરુ થઇ હતી. પરંતુ આ વિડીયો અંગે નીતિન ગડકરીએ સ્પષ્ટતા કરી કોંગ્રેસના દાવાને નકારી કાઢયા છે, સાથે તેમણે કોંગ્રેસ નેતાઓને કાયદાકીય નોટીસ મોકલી છે.
आज गांव, गरीब, मज़दूर और किसान दुखी हैं.
— Congress (@INCIndia) March 1, 2024
गावों में अच्छे रोड नहीं, पीने के लिए शुद्ध पानी नहीं, अच्छे अस्पताल नहीं, अच्छे स्कूल नहीं हैं.
– मोदी सरकार के मंत्री नितिन गडकरी pic.twitter.com/jt8AMfWOxU
નીતિન ગડકરીએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પાર્ટીના મહાસચિવ જયરામ રમેશને ઇન્ટરવ્યુના એક ભાગને અયોગ્ય રીતે રજુ કરવા કરવા બદલ કાયદાકીય નોટિસ મોકલી છે. ગડકરીએ જણાવ્યું હતું કે કોંગ્રેસે સંબંધિત અર્થ અને હેતુ છુપાવીને તેમના ઇન્ટરવ્યુની 19-સેકન્ડની ઑડિયો અને વિઝ્યુઅલ ક્લિપિંગ પોસ્ટ કરી હતી.
કેન્દ્રીય પ્રધાન ગડકરીએ કોંગ્રેસને કાયદાકીય નોટિસ મોકલ્યાના 24 કલાકની અંદર પોસ્ટ ડિલીટ કહ્યું છે અને ત્રણ દિવસમાં લેખિત માફી માંગવા પણ કહ્યું છે. ગડકરીએ કહ્યું કે તે કોંગ્રેસના નેતાઓનો હેતુ તેમનું અપમાન હતો, તેમજ ભારતીય જનતા પાર્ટીના સભ્યોમાં વૈચારિક તિરાડ પાડવા અને ઉશ્કેરવાના હેતુથી આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. આ ક્લિપને કારણે તેમની પ્રતિષ્ઠા અને વિશ્વસનીયતાને નુકસાન થયું છે.
નોટિસમાં કહેવામાં આવ્યું છે કે “માઇક્રોબ્લોગિંગ સાઇટ X પર ઇન્ટરવ્યુના વિડીયોને તોડી મરોડીને રજુ કરવામાં આવ્યો છે, વિડીયોને યોગ્ય સંદર્ભ વગર અને સંબંધિત અર્થ વગર રજૂ કરવામાં આવ્યો છે.”
કોંગ્રેસ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવેલા વીડિયોમાં ગડકરીને કહેતા સાંભળી શકાય છે કે, “ગામડા, ગરીબ, મજૂર અને ખેડૂતો દુઃખી છે… ગામડાઓમાં સારા રસ્તા નથી, પીવા માટે પાણી નથી, સારી હોસ્પિટલ નથી, કોઈ સારી શાળાઓ નથી.”
કોંગ્રેસે હજુ સુધી નીતિન ગડકરીની લીગલ નોટિસનો કોઈ જવાબ આપ્યો નથી.