મમતા બેનર્જીના આરોપને લઈને નીતિ આયોગની સ્પષ્ટતા કરતાં કહ્યું કે મળ્યો હતો આટલો સમય….
નવી દિલ્હી: આજે મળેલી નીતિ આયોગની બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી દ્વારા કરવામાં આવેલા આરોપો પર નીતિ આયોગના સીઇઓ બી. વી. આર. સુબ્રમણ્યમે સ્પષ્ટતા કરી છે. તેમણે ગવર્નિંગ કાઉન્સિલની નવમી બેઠક સંપન્ન થયા બાદ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે મમતા બેનર્જી બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે લંચની પહેલા સમય આપવા માટે અનુરોધ કર્યો હતો.
આ પણ વાંચો: Niti Aayog ની બેઠકમાંથી મમતા બેનર્જીએ વોકઆઉટ કર્યું, કેન્દ્ર સરકાર પર લગાવ્યા મોટા આરોપ
આ દરમિયાન જ મમતા બેનર્જીએ પોતાનું નિવેદન આપ્યું હતું. બેઠકમાં બધાને સાત મિનિટનો સમય આપવામાં આવ્યો હતો અને રક્ષા મંત્રીએ માત્ર સમયને લઈને ઈશારો કર્યો હતો. અમે મમતા બેનર્જીની વાતને ગંભીરતાથી સાંભળી હતી અને નોંધી હતી. જો કે મમતા બનર્જીના ગયા બાદ પણ મુખ્ય સચિવ તેમની રાહ જોઇ રહ્યા હતા.
તેમણે કહ્યું હતું કે “પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ લંચ પહેલા જ પોતાનો ક્રમ લેવાનો અનુરોધ કર્યો હતો. આઅ તેમની તરફથી કરવામાં સ્પષ્ટ અનુરોધ કરવામાં આવ્યો હતો. સામાન્ય રીતે વર્ણાનુક્રમ અનુસાર બધાને બોલવાનો મોકો મળતો હોય છે પરંતુ આ અનુરોધ બાદ રક્ષામંત્રીએ ગુજરાતની પહેલા જ મમતા બેનર્જીને બોલાવવાં આવ્યા હતા અને આથી તેમણે પોતાનું વક્તવ્ય આપ્યું.
આ પણ વાંચો: Niti Aayog ની આજે બેઠક, કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ બહિષ્કાર કર્યો, મમતા બેનર્જી સામેલ થશે
સુબ્રમણ્યમે કહ્યું કે દરેક મુખ્યમંત્રીને 7 મિનિટ ફાળવવામાં આવે છે અને સ્ક્રીનની ઉપર માત્ર એક ઘડિયાળ હોય છે જે તમને બાકીનો સમય જણાવે છે. તેથી તે સાતથી છ, પાંચ, ચાર અને ત્રણ સુધી જાય છે… અંતે તે શૂન્ય બતાવે છે અને બીજું કંઈ નથી. આ સિવાય કંઈ નથી થયું…પછી તેણે કહ્યું કે મારે વધુ સમય બોલવું છે પણ હું હવે બોલીશ નહીં…બીજું કંઈ થયું નહીં. અમે બધા સાંભળ્યું. તેમણે તેમના વિચારો વ્યક્ત કર્યા અને અમે તેમને આદરપૂર્વક સાંભળ્યા અને નોંધ લીધી…”
આજે નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની નવમી બેઠકમાં મમતા બેનર્જી ગુસ્સે થઈ બેઠકમાંથી વોક આઉટ કર્યું હતું. તેમણે આરોપ લગાવ્યો કે તેમને બોલવા દેવામાં આવ્યા ન હતા. મમતા બેનર્જી એ કહ્યું કે પશ્ચિમ બંગાળને કેન્દ્ર સરકાર તરફથી ઓછું ભંડોળ મળે છે તેવો મુદ્દો ઉઠાવતા જ મારું માઈક બંધ થઈ ગયું. મમતા બેનર્જીએ એમ પણ કહ્યું કે તેમની પહેલાના લોકોને 10 થી 20 મિનિટ સુધી બોલવાની છૂટ હતી.