નેશનલ

બનારસની ગલીઓમાં શું કરી રહ્યા હતા નીતા અંબાણી

દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પત્ની અને રિલાયન્સ ફાઉન્ડેશનના વડા નીતા અંબાણી હાલમાં જ કાશી વિશ્વનાથના દર્શન કરવા અને તેમના સૌથી નાના પુત્ર અનંતના લગ્નની પત્રિકા ભગવાનને અર્પણ કરવા વારાણસી આવ્યા હતા. મંદિરમાં દર્શન કર્યા બાદ નીતા અંબાણી બનારસની ગલીઓમાં ચાટ ખાતા જોવા મળ્યા હતા. તેઓ ત્યાંની એક નાની હોટેલમાં ગયા હતા અને ચાટનો સ્વાદ માણ્યો હતો. નીતા અંબાણીની ચાટ ખાતા તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં તેઓ પીંક સાડી પહેરેલા જોવા મળી રહ્યા છે.

દેશના સૌથી અમીર વ્યક્તિની પત્ની હોવા છતાં રસ્તા પરની નાની દુકાનમાં ચાટ ખાવાની તેમની સ્ટાઈલ લોકોને પસંદ આવી રહી છે અને લોકો તેમના બે મોઢે વખાણ કરી રહ્યા છે કે તેમનામાં પૈસાનો જરાય ઘમંડ નથી.

| Also Read: NEET-UG પરીક્ષા ગેરરીતિ કેસમાં NTA ચીફ સહિત 10 અધિકારી CBIના શંકાના ઘેરામાં

વાયરલ તસવીરોમાં નીતા અંબાણી પોતાના વાળમાં ગજરા અને ગળામાં હીરાનો મોટો હાર પહેરેલા જોવા મળે છે. નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંતના ટૂંક સમયમાં લગ્ન છે અને નીતા અંબાણી ત્રીજી વાર સાસુ બનવા જઇ રહ્યા છે. અનંત અંબાણી મંગેતર રાધિકા મર્ચન્ટને પોતાની પત્ની બનાવવા જઈ રહ્યો છે. બંને 14 જુલાઈના રોજ લગ્ન કરશે. હાલમાં અંબાણી પરિવાર લોકોને લગ્નની નિમંત્રણ પત્રિકા મોકલવામાં વ્યસ્ત છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button