નેશનલ

નીતા અંબાણીએ એન્ટિલિયામાં યોજાયેલી ઈવેન્ટમાં કર્યું કંઈક એવું કે… જોઈને ઉડી જશે તમારા હોંશ

દુનિયાના ધનવાન પરિવારોમાં અંબાણી પરિવારની ગણતરી કરવામાં આવે છે અને પરિવારના લેડી બોસ એવા નીતા અંબાણી પોતાની સ્ટાઈલ અને ગજબની ફેશન સેન્સ માટે જાણીતા છે.

હાલમાં જ મુંબઈના એન્ટિલિયા ખાતે એક ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાં ફરી એક વખત નીતા અંબાણીનો રોયલ અંદાજ જોવા મળ્યો હતો. નીતા અંબાણીએ પિંક સાડી અને મોતીની જ્વેલરી પહેરીને લાઈમલાઈટ લૂંટી લીધી હતી. ચાલો જોઈએ નીતા અંબાણીનો આ ખાસ લૂક…

આપણ વાચો: સ્ટેજ પર જાહેરમાં નીતા અંબાણીએ પતિ મુકેશ અંબાણી માટે કહી એવી વાત કે… વીડિયો થયો વાઈરલ…

નીતા અંબાણીના સાડી પ્રત્યેના પ્રેમથી તો આપણે ખૂબ જ સારી રીતે પરિચિત છીએ. એમાં પણ જ્યારે વાત રોયલ અંદાજની હોય ત્યારે તો તેમના લેવલને ક્રોસ કરવાનું લગભગ અશક્ય હોય છે. નીતા અંબાણીને તમે અત્યાર સુધીમાં એકથી એક ચઢિયાતી સાડીઓ સ્ટાઈલ કરતાં જોયા હશે. પરંતુ રવિવારે મુંબઈના એન્ટિલિયા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તો તેમનો ઠાઠ જ અલગ હતો.

સોશિયલ મીડિયા પર આ ઈવેન્ટના ફોટો અને વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. વાત જાણે એમ છે કે પાંચમી જાન્યુઆરીની રાતે મુંબઈના એન્ટિલિયા ખાતે પુરુષ, મહિલા અને બ્લાઈન્ડ વુમેન ક્રિકેટ ટીમના માનમાં એક ઈવેન્ટ યોજાઈ હતી અને આ ઈવેન્ટમાં નીતા અંબાણીએ પિંક કલરની સાડી પહેરીને પોતાનો જાદુ ચલાવ્યો હતો. આ સાડીમાં ટ્રેડિશનલ અને મોર્ડન સ્ટાઈલનો જોરદાર કોમ્બિનેશન જોવા મળ્યું હતું.

આપણ વાચો: ઈશા અંબાણીના ‘સિમ્પલ કો-ઓર્ડસેટની કિંમત સાંભળીને ઉડી જશે તમારા હોંશ, નીતા અંબાણીએ પણ લૂંટી મહેફિલ…

નીતા અંબાણીએ લાઈટ પેસ્ટલ પિંક કલરની સાડી પહેરી હતી અને આ કલર તેમની પર્સનાલિટીને સૂટ થઈ રહ્યો હતો,. હળવા અને ફ્લોઈ ફેબ્રિકવાળી આ સાડીની ખાસ વાત હતી તેની બોર્ડર. આ બોર્ડર પર સફેદ દોરાથી સુંદર બારીક વર્ક કરવામાં આવ્યું હતું અને આ બોર્ડરે સાડીની સુંદરાતમાં ચાર ચાંદ લગાવવાનું કામ કર્યું હતું. હાફ સ્લીવ્ઝ બ્લાઉઝવાળા સાથે નીતા અંબાણીએ આ સાડી સ્ટાઈલ કરી હતી.

નીતા અંબાણીની સુંદર પિંક કલરની સાડી સાથે જ્વેલરીએ પણ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. નીતા અંબાણીએ આ સુંદર આઉટફિટ સાથે ગળામાં ડાયમંડ અને મોતીની જ્વેલરી સ્ટાઈલ કરી હતી. નીતા અંબાણીએ ગળામાં ડાયમંડ અને મોતીથી બનાવવામાં આવેલું સુંદર ચોકર નેકલેસ પહેર્યો હતો. આ સુંદર નેકલેસ સાથે નીતા અંબાણીએ સુંદર ઈયર રિંગ્સ પણ પહેરી હતી. હાથમાં બ્રેસલેટ અને રિંગ્સ નીતા અંબાણીના લૂકમાં ચાર ચાંદ લગાવ્યા હતા.

નીતા અંબાણીએ પોતાના વાળને સોફ્ટ વેવ્ઝમાં ખુલ્લા રાખ્યા હતા અને તેમણે નેચરલ ગ્લોઈંગ મેકઅપ કર્યો હતો. પોતાના લૂકને કમ્પલિટ કરવા માટે વાઈટ સ્ટડવાળી નાનકડી બિંગી લગાવી હતી. આ ઈવેન્ટના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા વાઈરલ થઈ રહ્યા છે. તમે પણ ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button