નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કયા બજેટ વખતે કઈ સાડી પહેરી હતી, જાણો તેનું ખાસ મહત્વ…
નવી દિલ્હી: મોદી સરકારે સત્તા સંભાળ્યા બાદ 2019માં નાણા પ્રધાન નિર્મલા સીતારમણે પ્રથમ વખત હાજરી આપી હતી. તે સમયે તેમને પ્રથમ વખત નાણા પ્રધાન બનાવવામાં આવ્યા હતા અને ત્યારથી અત્યાર સુધી તેઓ પોતાનું કામ ખૂબજ નિષ્ઠાપૂર્વક કરી રહ્યા છે. જો કે જ્યારથી તેમને કાર્યભાર સંભાળ્યો છે તે હંમેશા સાડીમાં જ જોવા મળ્યા છે. તેમની સાડીઓ પણ એકદમ સિમ્પલ અને ખાસ ઓકેશન પ્રમાણે જ હોય છે.
જ્યારે તેમને નાણા પ્રધાન તરીકે પોતાનું પ્રથમ બજેટ રજૂ કર્યું ત્યારે તેમણે ગોલ્ડન બોર્ડરવાળી જાંબલી રંગની સાડી પહેરી હતી. તોમને સોનેરી જરી બોર્ડર્સ ગમતી હળે પરંતુ લાઉડ બોર્ડર તમારા ઉત્સાહમાં વધારો કરે છે.
જ્યારે નિર્મલા સીતારમણે વર્ષ 2020માં બીજું બજેટ રજૂ કર્યું ત્યારે તેમણે પીળા એટલે કે હલ્દી રંગની સાડીમાં જોવા મળ્યા હતા. ભારતીય પરંપરા અને શાસ્ત્રોમાં પીળો રંગ શુભ માનવામાં આવે છે. આ સિવાય રંગોની વિશેષતા વિશે વાત કરીએ તો પીળો રંગ સમૃદ્ધિ અને સુખનું પ્રતીક છે. આથી આપણે એમ માની શકીએ કે પીળી સાડીમાં દેશની લાલ ખાતાવહી દરેક માટે ખુશીઓ લાવી શકે છે
ત્યાર પછીના ત્રીજા બજેટમાં પણ તેમણે ગોલ્ડન રેડ બોર્ડરવાળી સાડી પહેરી હતી. ભારતીય પરંપરામાં લાલ રંગને શક્તિ, ઉર્જા અને પ્રેમનો રંગ માનવામાં આવે છે. તેમજ તેને સત્તાનો રંગ પણ માનવામાં આવે છે જે લોકોને તરત જ આકર્ષે છે. આ રંગ તાકાત અને આત્મવિશ્વાસ સાથે પણ સંકળાયેલો છે. જ્યારે તેમને લાલ રંગની સાડી પહેરી હતી, ત્યારે તેઓ લાલ રંગની ખાતાવહીની જગ્યાએ ટેબલેટ લઈને આવ્યા હતા.
જ્યારે નાણા પ્રધાન નિર્મલા સીતારમણે ચોથું બજેટ રજૂ કર્યું ત્યારે તેમને મરૂણ અને નારંગીની રંગની પરંપરાગત દક્ષિણ ભારતીય શૈલીમાં સાડી પહેરી હતી. જેમાં મરૂણ રંગની બોર્ડર હતી અને વચ્ચેનો ભાગ નારંગી હતો. આ સાડી તેમના આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વ બંનેને અલગ રંગ આપી રહ્યો હતો. નારંગી રંગ એ એક રીતે લાલ અને પીળા રંગનું મિશ્રણ છે. અને સારા કાર્યોમાં આ રંગને ખૂબજ શુભ માનવામાં આવે છે. ખાસ તો આપણા હિન્દુ ધર્મમાં તેને ભગવો કલર પણ કહેવામાં આવે છે.
ગયા વર્ષે 2023માં બજેટ રજૂ કરતી વખતે નિર્મલા સીતારમણે પ્યોર ઓરેન્જ કલરની સાડી પહેરી હતી, જેની ખાસ ડિઝાઈન હતી, આ સાડીમાં ગોલ્ડન અને બ્લેક બોર્ડર હતી. ભારતીય સંસ્કૃતિમાં કેસરી રંગનું વિશેષ મહત્વ છે. આ રંગ ઊર્જા, ઉત્સાહ અને ઉગ્રતાનું પ્રતીક છે. તેમજ તમને જણાવ્યું એ પ્રમાણે હિન્દુઓની ધાર્મિક લાગણી સાથે પણ જોડાયેલો છે.
જ્યારે આજે તેમણે વાદળી રંગની સાડી પહેરી છે. વાદળી રંગને શક્તિ, પુરૂષાર્થ અને બહાદુરીનું પ્રતીક માનવામાં આવે છે. તેમજ તેને આધ્યાત્મિક રંગ પણ માનવામાં આવે છે. તેમજ તેને શાંત રંગ પણ છે. જે આત્મવિશ્વાસની સાથે સત્તાનું પ્રતીક દર્શાવે છે.