નેશનલ

વાંચો … બજેટ સ્પીચમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે ક્યાં શબ્દનો ઉલ્લેખ કેટલી વાર કર્યો

નવી દિલ્હી : દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2026-27 માટે રૂપિયા 53.47 લાખ કરોડથી વધુનું ઐતિહાસિક બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં વર્ષ 2047 સુધીનો એક મજબૂત રોડમેપ પણ રજૂ કરવામાં આવ્યો છે. આ બજેટ સ્પીચની વિશેષતા તેમાં થયેલા શબ્દોનો ઉપયોગ હતો. બજેટ સંબોધન દરમિયાન અનેક શબ્દોનો અનેકવાર ઉપયોગ કરવામાં આવ્યો છે. જે સરકારના વિઝનને પ્રતિબંબિત કરે છે.

AI શબ્દનો 12 વખત અને નાળિયેર શબ્દનો 6 વખત ઉલ્લેખ

નાણામંત્રી નિર્મલા સીતારમણની બજેટ સ્પીચમાં બજેટ ભાષણમાં કરદાતા 22 વખત અને MAT 20 વખત જેવા ટેકનિકલ શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જ્યારે શિક્ષણ 16 વખત, માળખાગત સુવિધા 15 વખત , ખેડૂતો 12 વખત, અને ઉભરતી ટેકનોલોજી AI શબ્દનો 12 વખત ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જયારે MSME 7 વખત અને નાળિયેર શબ્દનો 6 વખત ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

આપણ વાચો: બજેટ 2026માં ખેડૂતોને શું મળ્યું? નિર્મલા સીતારમણે આ જાહેરાત કરી

ફરજ શબ્દનો ઉલ્લેખ 53 વખત કરાયો

જયારે “કર” શબ્દનો સૌથી વધુ ઉપયોગ 156 વખત થયો હતો. ત્યારબાદ “આવક” શબ્દનો ઉલ્લેખ 98 વખત અને ઉત્પાદન શબ્દ 89 વખત શબ્દો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો, જે આત્મનિર્ભર ભારત પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા અને સામાન્ય માણસની આર્થિક પ્રગતિને પ્રતિબિંબિત કરે છે. વેપાર અને કસ્ટમ સંબંધિત વિષયોને પણ મહત્વ મળ્યું, જેમાં ફરજ શબ્દનો ઉલ્લેખ 53 વખત અને “કસ્ટમ્સ” શબ્દનો ઉલ્લેખ 47 વખત થયો હતો.

ટેકનોલોજી” શબ્દનો 19 વખત ઉલ્લેખ

આ ઉપરાંત દેશના સર્વાંગી વિકાસ અને મૂળભૂત જરૂરિયાતોને પણ ભાષણમાં યોગ્ય સ્થાન મળ્યું. નાણામંત્રીએ “વિકાસ” શબ્દનો ઉલ્લેખ 41 વખત, “ઊર્જા” શબ્દનો ઉલ્લેખ 37 વખત અને “કંપનીઓ” શબ્દનો ઉલ્લેખ 31 વખત કર્યો.

ઔદ્યોગિક પ્રવૃત્તિ અને સેવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતા, “પ્રક્રિયા” 29 વખત, “નિકાસ” 28 વખત, અને “સરકાર” 28 વખત શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવ્યો. આ ઉપરાંત “આરોગ્ય” 28 વખત , “તાલીમ” 23 વખત, “રોજગાર” 20 વખત, અને “ટેકનોલોજી” શબ્દનો 19 વખત ઉલ્લેખ કરવામાં આવ્યો.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button