નેશનલ

આર્થિક સર્વેમાં GDP મુદ્દે સરકારે કર્યાં મોટા દાવો, જાણો આર્થિક વિકાસની મહત્ત્વની વાતો

નવી દિલ્હીઃ નાણા પ્રધાન નિર્મલા સીતારમણે (FM Nirmala Sitharaman) આર્થિક સર્વે રજૂ કર્યો હતો. આર્થિક સર્વે રજૂ થતાંની સાથે જ ગૃહમાં હંગામો થયો હતો. આર્થિક સર્વેને કસરકાર દ્વારા કેન્દ્રીય બજેટ પહેલા અર્થતંત્રની સ્થિતિની સમીક્ષા કરવા માટે પ્રસ્તુત કરવામાં આવતો એક વાર્ષિક દસ્તાવેજ છે. આ દસ્તાવેજ અર્થતંત્રની ટૂંકાથી મધ્યમ ગાળાની સંભાવનાઓનું અવલોકન દર્શાવે છે. આર્થિક સર્વે દેશના મુખ્ય આર્થિક સલાહકારની દેખરેખ હેઠળ તૈયાર કરવામાં આવે છે. આર્થિક સર્વેમાં નાણાકીય વર્ષના આર્થિક આંકડાઓ વિશે માહિતી આપવામાં આવે છે. આર્થિક સર્વે છેલ્લા એક વર્ષમાં અર્થતંત્રની કામગીરીનો વિગતવાર અહેવાલ રજૂ કરે છે અને સંભવિત ઉકેલો પણ સૂચવે છે.

આર્થિક સર્વેની મુખ્ય વાતો

આર્થિક સર્વેમાં ભારતનો જીડીપી 6.3 ટકા થી 6.8 ટકા વચ્ચે રહેવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે.
જીએસટી કલેકશનમાં 11 ટકાના વધારાનો અંદાજ છે, જે 10.62 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે.
આ સર્વેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, 2047 સુધી વિકસિત ભારત બનાવવા માટે 8 ટકા ગ્રોથ જરૂરી છે.
સર્વિસ સેક્ટરમાં મજબૂતી જોવા મળી શકે છે, જ્યારે મેન્યુફેક્ચરિંગ પીએમઆઈમાં ઘટાડાનો સંકેત મળી રહ્યો છે.રાજકીય અને વેપારની અનિશ્ચિતતા વિકાસના મુખ્ય અવરોધો રહી શકે છે.

ચાલુ નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં ખાદ્ય ફુગાવો ઘટવાની શક્યતા છે.

શાકભાજીના ભાવમાં ઘટાડો, ખરીફ પાકના આગમનથી મદદ મળશે.

કોમોડિટીની ઊંચી કિંમતો નાણાકીય વર્ષ 2025-26 માં ફુગાવાના જોખમને મર્યાદિત કરે તેવું લાગે છે.

ભૌગોલિક રાજકીય દબાણ હજુ પણ જોખમ ઊભું કરશે.

ભારતે પાયાના સ્તરના માળખાકીય સુધારાઓ, નિયંત્રણો દૂર કરીને તેની વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં સુધારો કરવાની જરૂર છે.
AI માટે યોગ્ય માળખાનો અભાવ ટેકનોલોજીના દુરૂપયોગ તરફ દોરી જાય છે.

પ્રથમ આર્થિક સર્વે 1950-51 માં રજૂ કરવામાં આવ્યો હતો. તે બજેટ દસ્તાવેજોનો ભાગ હતો. તેને 1960ના દાયકામાં કેન્દ્રીય બજેટથી અલગ કરવામાં આવ્યો અને બજેટ રજૂ થવાના એક દિવસ પહેલા રજૂ કરવામાં આવ્યો હતો. નાણા પ્રધાન શનિવારે 2025-26 નું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. સર્વેમાં આગામી નાણાકીય વર્ષ માટે દૃષ્ટિકોણ પ્રદાન કરવા ઉપરાંત અર્થતંત્ર અને વિવિધ ક્ષેત્રોમાં વિકાસની રૂપરેખા આપવામાં આવી છે. ગરીબી નાબૂદી, આબોહવા પરિવર્તન, શિક્ષણ, માળખાગત વિકાસ અને નાણાકીય ક્ષેત્ર સંબંધિત પડકારોનો સામનો કરવા માટે ઘણીવાર સર્વેક્ષણો નવા અને અનન્ય વિચારો લાવે છે.

આર્થિક સર્વે કોણ કરે છે?

આર્થિક સર્વે નાણા મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવે છે. મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગનો આર્થિક વિભાગ તેને તૈયાર કરે છે. આ વિભાગ સરકારના મુખ્ય આર્થિક સલાહકારની દેખરેખ હેઠળ આ મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ તૈયાર કરે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button