નેશનલ

પાક.માં ચાર આતંકી ઘટનામાં નવનાં મોત

પેશાવર: ઉત્તર-પશ્ર્ચિમ પાકિસ્તાનમાં અશાંત આદિવાસી વિસ્તારોમાં ચાર અલગ-અલગ આતંકવાદી ઘટનામાં બે સૈનિક સહિત નવ જણ માર્યા ગયા હતા અને અન્ય અનેક જણ ઘાયલ થયા હતા.
સેનાની મીડિયા વિંગ ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ અને પોલીસે જણાવ્યું હતું કે બુધવારે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ઉત્તર વઝિરિસ્તાન, દક્ષિણ વઝિરિસ્તાન અને બજૌર આદિવાસી જિલ્લાઓમાં બોમ્બ વિસ્ફોટની ઘટનાઓ બની હતી.
ઉત્તર વઝિરિસ્તાન જિલ્લાના રઝમાક વિસ્તારમાં આતંકવાદીઓએ સુરક્ષા દળોના કાફલા પર હુમલો કરતા બે સૈનિક માર્યા ગયા હતા, જ્યારે દક્ષિણ વઝિરિસ્તાન જિલ્લાના વાનામાં, દુકાનમાં બોમ્બ વિસ્ફોટ થતાં ચાર જણ માર્યા ગયા હતા.
બજૌર આદિવાસી જિલ્લામાં, બે અલગ-અલગ વિસ્ફોટોમાં ત્રણ જણનાં મોત થયાં હતાં અને ત્રણ ઘાયલ થયા હતા.
પાકિસ્તાનમાં તાજેતરના મહિનાઓમાં આતંકવાદની ઘટનાઓમાં વધારો થયો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button