ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરને કોણે માર્યો? બે આરોપીઓની ધરપકડની તૈયારીમાં કેનેડા
નવી દિલ્હી: ખાલિસ્તાની આતંકવાદી હરદીપ નિજ્જરની હત્યાની તપાસ કરી રહેલ કેનેડા પોલીસ જલ્દી જ બે આરોપીઓની ધરપકડ કરી શકે છે. કેનેડાના એક મીડિયા રિપોર્ટ અનુસાર તપાસ અધિકારીનું માનવું છે કે આ બંને આરોપીઓએ મળીને બ્રિટિશ કોલંબિયામાં નિજ્જરની ગોળી મારીને હત્યા કરી હતી. આ મીડિયા રિપોર્ટ મુજબ આ શંકાસ્પદ વ્યકતીઓ પોલીસની દેખરેખમાં છે. અને આશા છે કે એમની થોડાં જ અઠવાડીયામાં ધરપકડ કરવામાં આવશે. તેમણે એમ પણ જણાવ્યું કે નિજ્જરની હત્યા બાદ આ આરોપીઓએ કેનેડા ક્યારેય છોડ્યું નથી. તેઓ પોલીસની દેખરેખ હેઠળ છે.
સૂત્રોમાંથી મળતી જાણકારી મુજબ આક્ષેપો સાબિત થયા બાદ પોલીસ કથિત હત્યારાઓ અને ભારત સરકારની સંડોવણી અંગે ખૂલાસો કરશે. કેનેડાએ ભારત પર નિજ્જરની હત્યામાં સંડોવણી હોવાનો આક્ષેપ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતે 2020માં નિજ્જરને આતંકવાજી જાહેર કર્યો હતો. ભારતીય અધિકારીઓના કહેવા મુજબ કેનેડાએ આ આક્ષેપ સામે હજી સુધી કોઇ પુરાવા કે પછી જાણકારી આપી નથી. જૂન મહિનામાં બ્રિટિશ કોલંબિયામાં એક ગુરુદ્વારાની બહાર નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
કેનેડાનું રહેવું છે કે એક ભારતીય અધિકારીના કહેવા પર એક બીજા ખાલિસ્તાની નેતા ગુરપતવંત સિંહ પન્નૂની હત્યાનું કાવતરું રચવા માટે એક ભારતીય નાગરિકને અમેરિકાએ ગુનેગાર સાબિત કરતાં તેમનો કેસ વધુ મજબૂત બન્યો છે. જોકે ભારતે બંને આક્ષેપો વચ્ચે અંતર બતાવી કેનેડાને દોશી સાબિત કરી કેનેડાના દાવાઓને આધારહિન ગણાવ્યા છે.