નેશનલ

જમ્મુ કાશ્મીરના આંતરરાષ્ટ્રીય સરહદ પર રાત્રિ કર્ફ્યૂનો આદેશ

ઘૂસણખોરી રોકવા લેવાયો નિર્ણય

જમ્મુ: જમ્મુ અને કાશ્મીરના સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ સૈનિકો દ્વારા આ વિસ્તારમાં વધુ સારું નિયંત્રણ સુનિશ્ચિત કરવા અને સરહદ રેખાની નજીક કોઈપણ નાપાક પ્રવૃત્તિઓને નિષ્ફળ બનાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. આ માહિતી એક સત્તાવાર આદેશથી મળી છે.
રવિવારે જિલ્લા મેજિસ્ટે્રટ અભિષેક શર્મા દ્વારા જાહેર કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે ભારત-પાકિસ્તાન સરહદે અત્યંત ધુમ્મસભર્યા વાતાવરણ દરમિયાન સરહદ પારથી ઘૂસણખોરી અને ડ્રોન દ્વારા શસ્ત્રોની દાણચોરીને રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. આદેશ અનુસાર સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદથી એક કિલોમીટરના વિસ્તારમાં રાત્રે નવ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી નાગરિકોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે.
ડીએમએ આદેશમાં જણાવ્યું હતું કે, “કોઈપણ વ્યક્તિ અથવા વ્યક્તિઓનું જૂથ સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદથી રાત્રે નવ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધીના એક કિલોમીટર સુધીના વિસ્તારમાં નહીં જાય.” તેમણે કહ્યું કે ક્રિમિનલ કોડની કલમ કાર્યવાહી 144 લાગુ કરવામાં આવી છે અને વિસ્તારમાં રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો